હવે SRK સાથે રહો હંમેશા કનેક્ટ માત્ર એક મિસ કોલથી!!!
મુંબઇ, 21 ઓગસ્ટ : જો આપ શાહરૂખ ખાનના ફેન હોવ અને શાહરૂખ ખાનની હલચર પર સતત અપડેટ રહેવા માંગતા હોવ તો આપના માટે હવે શાહરૂખ ખાનને ફોલો કરવાનું વધારે સરળ બની ગયું છે. તમારું ટ્વિટર એકાઉન્ટ ના હોય તો પણ તમે શાહરૂખ દ્વારા કરવામાં આવતા ટ્વિટ્સ મેળવીને અપડેટ રહી શકો છો. આ માટે આપે માત્ર એક મિસ કોલ કરવાની જરૂર છે. જી હા આપ એક મિસ કોલ કરશો અને તમને શાહરૂખ ખાનના ટ્વિટ્સ એસએમએસ મારફતે તમારા મોબાઇલ પર મળતા રહેશે. આ માટે 20 ઓગસ્ટ, 2013ના રોજ એસઆરકે દ્વારા ટ્વિટર ઇન્ડિયા અને ઝિપડાયલ વચ્ચેના ગ્લોબલ ઇન્ટિગ્રેશનની જાહેરાત કરી હતી.
આ સેવા મેળવવા માટે કોઇ પણ વ્યક્તિ શાહરૂખ ખાનને તેમના ટ્વિટર એકાઉન્ટ @iamsrk પર ફોલો કરી શકે છે અથવા પોતાના ફોન પરથી 09015500555 નંબર પર એક મિસ કોલ કરી શકે છે. બસ થઇ ગયું આપનું કામ. આ સેવા કોઇ પણ ફોન અને કોઇ પણ મોબાઇલ ઓપરેટર નેટવર્ક પર કામ કરશે. તે તદ્દન મફત છે.

આ અંગે શાહરૂખ ખાને જણાવ્યું કે "હું હંમેશા ટેકનોલોજીના પાવરમાં માનું છું. ટેકનોલોજીની મદદથી જુદી જુદી રીતે હું મારા ચાહકો સાથે જોડાયેલો રહેવાનો પ્રયત્ન કર્યા કરું છું. આ દિશામાં નવું પગલું છે. તાજેતરના વર્ષોમાં ટ્વિટર મારા માટે આશીર્વાદ સમાન બની રહ્યું છે કેમ કે તેની મદદથી હું મારા ચાહકો સાથે સીધા સંપર્કમાં રહી શકું છું. મને આશા છે કે ભારતભરમાં મારા જે ચાહકો છે તે આ મફત સેવાનો લાભ લઇને મારા સંપર્કમાં રહેશે."
ઉલ્લેખનીય છે કે એસઆરકેની તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ 'ચેન્નાઇ એક્સપ્રેસ' દ્વારા બોલીવુડમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ્સ તોડી કાઢ્યા છે. માત્ર 10 દિવસમાં તે 200 કરોડ રૂપિયાની ક્લબમાં સામેલ થઇ ગઇ છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
