Nysa Devgan Video : ક્યુટ અંદાજમાં પપ્પાની ફિલ્મનું પ્રમોશન કરતી જોવા મળી ન્યાસા દેવગન, જુઓ ફોટો
Nysa Devgan News : દિવાળી પર રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ સિંઘમ અગેઈન બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે.
આ ફિલ્મને લઈને સારા પ્રતિભાવો વચ્ચે અજય દેવગનની લાડલી દિકરી ન્યાસા પણ પ્રમોશન કરતી જોવા મળી. ન્યાસા લોકોને ફિલ્મ જોવાની અપીલ કરતા કેમેરામાં કેદ થઈ.

સિંઘમ અગેઈનની ચર્ચા વચ્ચે અજય દેવગનનો પરિવાર પણ સ્ક્રીનિંગ માટે પહોંચ્યો હતો. અહીંથી જ ન્યાસા દેવગનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં ન્યાસા કારમાંથી નીચે ઉતરે છે અને પૈપરાઝી સાથે વાત કરતી જોવા મળે છે. ન્યાસાએ પહેલા પોઝ આપ્યો અને પછી વાત કરી. આ દરમિયાન તેણે સિંઘમ અગેનનું પ્રમોશન કર્યું અને બધાને સિંઘમ જોવા જવા કહ્યું.
ન્યાસા દેવગન હંમેશાની જેમ આ સમયે પણ ખૂબ જ હોટ લાગી રહી હતી. તેણે લાલ રંગનો ડ્રેસ પહેર્યો હતો અને દુપટ્ટો પણ નાંખ્યો હતો. કારમાંથી બહાર આવતા જ પૈપરાઝીએ તેને જોઈને ફોટા પડાવવાની બૂમો પાડવાનું શરૂ કરી દીધું.
અહીં ન્યાસાએ કહ્યું કે, તમે બધા સિંઘમ જોવા માટે જાઓ. હવે આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ન્યાસાએ પાપાની ફિલ્મ માટે જે રીતે વિનંતી કરી હતી તે લોકોને પસંદ આવી રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકો તેના પર કોમેન્ટ કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
