બધા લોકો શાહરુખ, આમિર, અક્ષય કે રણવીર નથી હોતાઃ સલમાન ખાન

બધા લોકો શાહરુખ, આમિર, અક્ષય કે રણવીર નથી હોતાઃ સલમાન ખાન

આ વર્ષે સલમાન ખાન પોતાના પ્રોડક્શન હેઠળ ફિલ્મ નોટબુકથી મોહનીશ બહલની દીકરી પ્રનૂતનને લૉન્ચ કરી રહ્યા છે. ફિલ્મ 29 માર્ચે રિલીઝ થશે. આ ફિલ્મ વિશે વાત કરતા સલમાન ખાને જણાવ્યું કે પ્રનૂતને આ ફિલ્મ માટે સ્ક્રીન ટેસ્ટ આપ્યો. તે બહુ મહેનતી છે અને ફિલ્મમાં સારી લાગે છે. તાજેતરમાં જ એક ઈન્ટર્વ્યૂ દરમિયાન સલમાન ખાનને પૂછવામાં આવ્યું કે જો કોઈ એક્ટર આવીને તમને કહે કે તે તમારી ફિલ્મમાં કામ કરવા માગે છે અને તમે તેને લૉન્ચ કરો. તો તમે શું કરશો? જેના જવાબમાં દબંગ ખાને કહ્યું કે હું તેને ફિલ્મોમાં ત્યારે જ લૉન્ચ કરીશ જ્યારે મને તેની અંદર ટેલેન્ટ દેખાશે. બધા લોકો શાહરુખ, આમીર, અક્ષય કે રણવીર સિંહ થોડા હોય.

રણવીર છે સુપરસ્ટાર

રણવીર છે સુપરસ્ટાર

જી હાં, સલમાન ખાને શાહરુખ, આમિર, અક્ષયની સાથે જ રણવીર સિંહનું પણ નામ લીધું છે. સ્પષ્ટ છે કે સલમાનની નજરમાં રણવીર પણ હવે સુપરસ્ટારની શ્રેણીમાં સામેલ થઈ ચૂક્યો છે. સલમાનનું આ સ્ટેટમેન્ટ રણવીર સિંહ માટે કોઈ મોટા કોમ્પ્લિમેન્ટથી ઓછું નથી.

પ્રનૂતન-જહીર ઇકબાલ

પ્રનૂતન-જહીર ઇકબાલ

ફિલ્મ નોટબુક સાથે સલમાન ખાન આ વર્ષે મોહનીશ બહલની દીકરી પ્રનૂતનને લૉન્ચ કરી રહ્યો છે. સાથે જ જહીર ઈકબાલ પણ આ ફિલ્મથી જ ડેબ્યૂ કરી રહ્યો છે.

આયુષ શર્મા- વરીના હુસૈન

આયુષ શર્મા- વરીના હુસૈન

2018માં સલમાન ખાને પોતાના પ્રોડક્શન હેઠળ ફિલ્મ લવયાત્રીથી પોતાના બનેવી આયુષ શર્માને બોલીવુડમાં એન્ટ્રી અપાવી હતી. આ પિલ્મમાં આયુષની અપોઝિટ હતી ન્યૂકમર વરીના હુસૈન. ફિલ્મ સુપર ફ્લૉપ રહી.

સૂરજ પંચોળી- અથિયા શેટ્ટી

સૂરજ પંચોળી- અથિયા શેટ્ટી

ફિલ્મ હીરોની સાથે સલમાન ખાને બૉલીવુડમાં બે સ્ટાર કિડ્રને એન્ટ્રી અપાવી દીધી. સૂરજ પંચોલી અને અથિયા શેટ્ટી માટે આનાથી સારું ડેબ્યૂ ન મળી શકે. પરંતુ ફિલ્મ ફ્લૉપ રહી અને બંનેનું કરિયર પણ.

ડેજી શાહ

ડેજી શાહ

દબંગના ગીતમાં ડાન્સર તરીકે પરફોર્મ કરનાર ડેજી શાહે વિચાર્યું પણ નહિ હોય કે તે સલમાન ખાનની હિરોઈન બનશે. પરંતુ સલમાન ખાને તેના સપનાને સાચું કરી દીધું. ફિલ્મ જય હો અને રેસ 3માં ડેજી શાહ જોવા મળી હતી.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

દબંગમાં સોનાક્ષી સિન્હાએ એવી દબંગાઈ દેખાડી કે બૉલીવુડ ઈન્ડસ્ટ્રીએ તેને માથા પર ચઢાવી લીધી. સલમાન સાથે ડેબ્યૂ કર્યા બાદ સોનાક્ષીએ કેટલીક હિટ ફિલ્મો પણ આપી છે. પરંતુ મોટાભાગની અક્ષય કુમાર કે સલમાન ખાન સાથે જ.

સ્નેહા ઉલાલ

સ્નેહા ઉલાલ

સલમાને સ્નેહાને ભલે ઐશ્વર્યા જેવી દેખાતી હોવાથી ફિલ્મમાં લીધી હોય. પરંતુ કોઈ શક નથી કે કોઈપણ એક્ટ્રેસ માટે આના મોટી ફિલ્મ ન હોય શકે. જો કે ફિલ્મ કંઈ ખાસ કમાલ નહોતી કરી શકી અને સ્નેહા ઉલાલનું કરિયર પણ.

જરીન ખાન

જરીન ખાન

સ્નેહા ઉલાલ ઐશ્વર્યા તો જરીન ખાનેને કેટરીનાની હમશક્લ માનવામાં આવી રહી હતી. પિલ્મ વીરમાં સલમાન ખાન સાથે ડેબ્યૂ કરવા છતાં પણ અફસોસ કે તેનું કરિયર પણ સ્નેહા ઉલાલ જેવું જ રહી ગયું.

કેટરીના કૈફ

કેટરીના કૈફ

આ વાત તો ખુદ કૈટ પણ માને છે કે સલમાન ખાને તેમના કરિયરને નવી ઓળખ એક નવી ઉંચાઈ આપી છે. સલમાન ખાન સાથે કેટરીનાએ કેટલીય હિટ ફિલ્મો આપી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X