For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘પરિવાર સાથે રહેવા માંગુ છું, પ્લીઝ મીડિયા મારી હેલ્પ કરે’

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 2 ઑક્ટોબર : મંગળવારે સંજય દત્ત માટે સારા સમાચાર આવ્યાં. સંજય દત્તને 14 દિવસ માટે પેરોલ ઉપર બહાર આવવાની રજા મળી ગઈ છે. જેલમાંથી બહાર નિકળતાં જ સંજયે જણાવ્યું - જે કંઈ સમય મળ્યો છે, તે બસ હું મારા પરિવાર સાથે પસાર કરવા માંગુ છું. તેથી મીડિયાને વિનંતી છે કે તે મારી પ્રાઇવેસી અને મારી ઇચ્છાઓનું સન્માન કરે.

સંજય દત્તે પોતાના બાંદ્રા ખાતે આવેલ ઘરની બહાર મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું - હું પોતાના ફૅન્સ તથા મીડિયાનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. હું 14 દિવસો માટે પેરોલ ઉપર ચૂટ્યો છું. આ 14 દિવસો હું પોતાના પરિવાર સાથે ગાળવા માંગુ છું.

નોંધનીય છે કે સંજય દત્તને તબીબી કારણોસર મંગળવારે પુણેની યરવડા જેલમાંથી છોડવામાં આવ્યાં છે. 53 વર્ષીય સંજયે કોઈ ખાસ બીમારીની સારવાર માટે ઑગસ્ટમાં એક માસની પેરોલની રજા માંગી હતી. સંજય દત્ત ગત મે માસમાં જેલમાં ગયા હતાં. જતાં પહેલા તેમણે પીકે, ઝંજીર અને પોલીસગિરી ફિલ્મોનું અધૂરૂ શૂટિંગ પૂર્ણ કર્યુ હતું.

આવો તસવીરો સાથે જોઇએ અને જાણીએ વધુ વિગતો :

જેલમાંથી છુટ્યાં

જેલમાંથી છુટ્યાં

સંજય દત્ત મંગળવારે પુણેની યરવડા જેલમાંથી 14 દિવસની પેરોલ પર છુટ્યાં. તેઓ ચાર માસથી જેલમાં હતાં.

મીડિયાને વિનંતી

મીડિયાને વિનંતી

જેલમાંથી છુટ્યાં બાદ સંજય દત્તે મીડિયાને અપીલ કરી કે તેઓ 14 દિવસ પોતાના પરિવાર સાથે પસાર કરવા માંગે છે. તેથી મીડિયા તેમની પ્રાઇવેસી અને ઇચ્છાઓનું સન્માન કરે.

બૉમ્બ બ્લાસ્ટમાં સજા

બૉમ્બ બ્લાસ્ટમાં સજા

સંજય દત્તને 1993માં થયેલ મુંબઈ બૉમ્બ બ્લાસ્ટમાં હથિયાર રાખવાના કેસમાં 42 મહીનાની સજા થઈ છે.

મેમાં જેલ

મેમાં જેલ

સંજય દત્ત મેમાં જેલમાં ગયા હતાં. તેમને 42 માસની સજા કાપવાની છે. તેમાંથી ચાર માસ હવે પૂરા થઈ ગયાં છે.

શૂટિંગ ખતમ કર્યું

શૂટિંગ ખતમ કર્યું

સંજય દત્તે જેલ જતાં પહેલા પોલીસગિરી, ઝંજીર અને પીકે જેવી ફિલ્મોનું પોતાના ભાગનું શૂટિંગ પૂર્ણ કર્યુ હતું.

English summary
Bollywood actor Sanjay Dutt, out on a two-week parole from Pune's Yerawada Central Jail on medical grounds, says he wants to devote his time to his family.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X