'લાઇફ ઓફ પાઇ' ને મળ્યા ચાર ઓસ્કર એવોર્ડ
લોસ એંજેલસ, 25 ફેબ્રુઆરી: ફિલ્મકાર આંગ લીની ફિલ્મ 'લાઇફ ઓફ પાઇ' ને 85મા એકેડમી એવોર્ડ સમારોહમાં સર્વશ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી તથા સર્વશ્રેષ્ઠ વિજ્યુઅલ ઇફેક્ટને ઓસ્કર એવોર્ડ મળ્યો છે. 'લાઇફ ઓફ પાઇ'એ બેસ્ટ સિનેમેટોગ્રાફી અને બેસ્ટ વિઝ્યુઅલની કેટેગરીમાં આ બે એવોર્ડ ઝટકા સમાન છે. બેસ્ટ સિનેમેટોગ્રાફી માટે ક્વાડિયો મિરાંડાને ઓસ્કોર એવોર્ડ મળ્યો છે.
upadate: 10:53 PM
લાઇફ ઓફ પાઇ: એંગલી બેસ્ટ ડાયરેક્ટર
લાઇફ ઓફ પાઇ: સંગીત નિર્દેશક માઇકલ ડાનાને બેસ્ટ ઓરિજનલ સ્કોર એવોર્ડ
લાઇફ ઓફ પાઇ: બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટર એવોર્ડ
લાઇફ ઓફ પાઇ: બેસ્ટ સિનેમેટોગ્રાફી એવોર્ડ
લોંસ એજેંલસમાં ચાલી રહેલાં 85મા ઓસ્કર એવોર્ડમાં ભારતીય નામોથી સજેલી લાઇફ ઓફ પાઇને ચાર એવોર્ડ મળ્યાં છે. જેમાં સિનેમેટોગ્રાફી અને વિઝ્યુઅલ ઇફેક્ટ અને બેસ્ટ ડાયરેક્ટર એવોર્ડનો સમાવેશ થાય છે.
ઓસ્કર એવોર્ડ માટે લાઇફ ઓફ પાઇને જ્યાં અગિયાર નામાંકન પ્રાપ્ત થયાં છે તો બીજી તરફ સ્ટીવન સ્પીલબર્ગની ફિલ્મને 12 નામાંકન મળ્યાં છે. ઓસ્કર સમારોહનો પ્રથમ ઓવર્ડ ફિલ્મ જૈંગો અનચેનડ માટે ક્રિસ્ટોફ વાલ્ટઝને સર્વશ્રેષ્ઠ સહ કલાકારનો પુસ્કાર આપવામાં આવ્યો હતો. આ વખતે ઓસ્કર એવોર્ડમાં બેસ્ટ ફિલ્મ એવોર્ડ માટે આર્ગો અને લિંકન વચ્ચે કાંટાની ટક્કર છે.
આ વખતે ઓસ્કર એવોર્ડ ભારતીયો માટે એટલા માટે ખાસ છે કારણ કે લાઇફ ઓફ પાઇમાં ભારતીય કલાકારોએ કામ કર્યું છે. તો બીજી તરફ લાઇનિંગ્સ પ્લેબુકમાં અનુપમ ખેરે કામ કર્યું છે. ઓસ્કર માટે નામાંકિત ફિલ્મ ડાર્ક થર્ટી મૂવીને ભારતમાં શૂટ કરવામાં આવી હતી. આ ફિલ્મ ઓસામા બિન લાદેનના અંતિમ પળોને લઇને બનાવવામાં આવી છે. પ્રથમ વાર ઓસ્કર એવોર્ડ 1929માં આપવામાં આવ્યો હતો. અત્યાર સુધી સૌથી વધુ વાર અભિનેત્રી કેથરીન હેપબર્ને ચાર વખત ( 1934, 1968, 1969 અને 1982) ઓસ્કર એવોર્ડ પોતાના નામે કર્યો છે. તો બીજી તરફ જેક નિકોલ્સને 1976, 1998 અને 1984માં અલગ-અલગ શ્રેણીઓમાં એવોર્ડ જીત્યો છે.

મિરાંડે કહ્યું હતું કે આ ફિલ્મનું મોટાભાગનું શુટીંગ પાણીમાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મનો એક ખૂબસુરત ભાગ છે. મિરાંડેએ પુરસ્કાર ગ્રહણ લેતાં સમયે પોતાના ભાષણમાં નિર્દેશક લી, તેમની પત્ની અને પુત્રીનો આભાર વ્યકત કરતાં કહ્યું હતું કે ફિલ્મને શુટીંગ કરવામાં અમને મજા આવી હતી. અને અમે આ કરી બતાવ્યું છે. મારી પાસે કહેવા માટે શબ્દો નથી. આ ફિલ્મે વિઝ્યુઅલ ઇફેક્ટ્સ શ્રેણીમાં પણ ઓસ્કર એવોર્ડ જીત્યો છે, અને આના માટે જોએ લૈટરી, એલિક સેનડોન, ડેવિડ ક્લેટોન અને આર ક્રિસ્ટોફર વ્હાઇટને ટ્રોફી આપવામાં આવી હતી.
આખી ટીમે ફિલ્મ માટે વીએફએક્સનું કામ જોનાર કંપની રીમ એન્ડ હ્યૂસનો આભાર વ્યકત કર્યો હતો. આ પુરસ્કાર 'ધ એવેજર્સ'ની ટીમ રોબર્ટ ડાઉની જૂનિયન, ક્રિસ ઇવાન્સ, માર્ક રફાલો, ક્રિસ હેમ્સવર્થ, જેરેમી રેનર અને સૈમુઅલ એલ જેક્સન દ્રારા આપવામાં આવ્યો હતો.
રવિવારે રાત્રે આયોજિત એક સમારોહમાં આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ફંતાસી તથા રોમાંચથી ભરપૂર આ ફિલ્મનું મોટાભાગનું શુટીંગ ભારતમાં કરવામાં આવ્યું છે. ફિલ્મ માટે ક્લોડિયો મિરાંડાએ સિનેમેટોગ્રાફી એવોર્ડ ગ્રહણ કર્યો હતો. આ તેમને પ્રથમ એવોર્ડ મળ્યો છે. આમ તો 2008માં ફિલ્મ 'ધ ક્યૂરિયસ કેસ ઓફ બેંજામિન બટન' માટે તે ઓસ્કરમાં નામાંકિત થયા હતા.
વિજ્યુઅલ ઇફેક્ટ માટે બિલ વેસ્ટેનહોફર, ગ્વિલાયૂમ રોચેરોન, એરિક-જૈન ડી બોએર તથા ડોનાલ્ડ આર ઇલિયટે સંયુક્તપણે આ એવોર્ડ ગ્રહણ કર્યો હતો. 'લાઇફ ઓફ પાઇ' કેનેડાઇ લેખક યાન માર્ટેલના મેન બુકર પ્રાઇખ વિજેતા ઉપન્યાસ પર આધારિત છે.












Click it and Unblock the Notifications
