For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સતીશ કૌશિકના ઘરેથી 1.20 કરોડની ચોરી : જુઓ કોણ-કોણ બન્યાં ભોગ?

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 19 મે : ફિલ્મ નિર્માતા અને અભિનેતા સતીશ કૌશિકના મુંબઈ ખાતેના નિવાસ સ્થાનેથી 1 કરોડ 20 લાખ રુપિયાની રોકડ ચોરી થઈ ગઈ છે. તેમણે આ અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાવી છે.

સતીશ કૌશિકે રવિવારે મોડી રાત્રે વર્સોવા પોલીસ સ્ટેશને ચોરીની ફરિયાદ નોંધાવી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું - સતીશ અને તેમના પત્નીએ રવિવારે રાત્રે લગભગ 8.30 વાગ્યે ચોરીની ફરિયાદ નોંધાવી. તેમના ઘરેથી લગભગ 1 કરોડ 20 લાખ રુપિયાની રોકડ રોકમની ચોરી થઈ છે. હાલ તપાસ ચાલી રહી છે.

સતીશ કૌશિક સાથે જોડાયેલ એક સૂત્રે જણાવ્યું કે કૌશિકને તેમના કામ બદલ જે રકમ ગત શુક્રવારે મળી હતી, તેમાંથી કેટલીક રકમ તેઓ સોમવારે બૅંકમાં જમા કરાવવાના હતાં. તેઓ રકમ પોતાના રૂમમાં રાખી થોડીક વાર માટે બહાર જતા રહ્યાં. તે જ દરમિયાન ચોરી થઈ.

સૂત્રે એમ પણ જણાવ્યું કે સતીશ કૌશિકે સાજન કુમાર નામના નોકર ઉપર રોકડ રકમથી ભરેલી બૅગ ચોરવાનો અને બપોરે કૌશિકના પત્નીના પોતાના રૂમમાં જતા રહ્યા બાદ બૅગ લઈ ભાગી જવાનો શક જાહેર કર્યો છે. સૂત્રના જણાવ્યા મુજબ સાજન કુમાર હાલ ફરાર છે.

ચાલો તસવીરોમાં જોઇએ ચોરીનો ભોગ બનેલ બૉલીવુડ સેલિબ્રિટીઓ :

કાજોલ

કાજોલ

એક બાજુ ગત 22મી ઑક્ટોબર, 2013ના રોજ સામાન્ય લોકોની જેમ બૉલીવુડ સ્ટાર્સ પણ કરવા ચોથની ઉજવણીમાં વ્યસ્ત હતાં, તો બીજી બાજુ તે જ દિવસે અજય-કાજોલના ઘરે ચોરી થઈ ગઈ. તેમના ઘરેથી પાંચ લાખના સોનાના પાટલા ચોરી થઈ ગયાં. ચોરી અંગેની જાણ ત્યારે થઈ કે જ્યારે કરવા ચોથની પૂજા માટે કાજોલ તૈયાર થતા હતાં અને તેમને પહેરવા માટે સોનાના પાટલા મળ્યા નહીં.

હુમા કુરૈશી

હુમા કુરૈશી

મે-2013 દરમિયાન બૉલીવુડ અભિનેત્રી હુમા કુરૈશીના ઘરેથી કીમતી આભૂષણોની ચોરી થઈ ગઈ હતી. હુમાએ તે અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

કાશ્મીરા શાહ

કાશ્મીરા શાહ

બિહારમાં જાન્યુઆરી-2012માં એક રેકૉર્ડિંગ દરમિયાન કાશ્મીરા શાહનું બૅગ ચોરી થઈ ગયુ હતું કે જેમાં કીમતી વસ્તુ ઉપરાંત 25000 રુપિયા રોકડા હતાં.

સન્ની લિયોન

સન્ની લિયોન

સન્ની લિયોન પણ ચોરીનો ભોગ બની ચુક્યાં છે. ગત જાન્યુઆરીમાં રાગિણી એમએમએસ 2ના શૂટિંગ દરમિયાન સેટ ઉપરથી કોઈ તેમના અંડરગાર્મેંટ્સ ઉપાડી ગયુ હતું.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

ઑક્ટોબર-2013માં શિલ્પા શેટ્ટીના ઘરેથી મોંઘુ મ્યુઝિક સિસ્ટમ તથા આઈપૅડ ચોરી થઈ ગયુ હતું.

યુક્તા મુખી

યુક્તા મુખી

યુક્તા મુખીના ઘરેથી જૂન-2013માં સાડા છ લાખના ઘરેણા ચોરાયા હતાં.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા પણ ચોરીનો ભોગ બન્યાં છે. જોકરના શૂટિંગ દરમિયાન સોનાક્ષીની વૅનિટી વૅનમાંથી 25 લાખના આભૂષણો ચોરાયા હતાં.

સતીશ કૌશિક

સતીશ કૌશિક

હવે ફિલ્મ નિર્માતા-અભિનેતા સતીશ કૌશિકના ઘરેથી રવિવારે રાત્રે 1 કરોડ 20 લાખ રુપિયા રોકડ ચોરાઈ ગયાં છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

English summary
Cash amounting to Rs.1.2 crore was stolen from Satish Kaushik's residence here, the actor-filmmaker has said in a complaint to the police.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X