સલમાનના બોક્સ ઓફિસ રેકોર્ડ, પદ્માવતે માત્ર બે દિવસમાં તોડ્યા

Written By:
Subscribe to Oneindia News

બોલીવૂડ ફિલ્મોની રિલિઝ માટે મોટા ભાગે નિર્દેશકો કોઇ મોટા હોલીડે કે પછી તહેવારોને ધ્યાનમાં રાખીને નક્કી કરે છે. કહેવાય છે કે આ દિવસોમાં રિલિઝ થતી ફિલ્મોની બોક્સ ઓફિસ કમાણી ઘણી વધારે થાય છે. તેમની ફિલ્મ રિલિઝની પસંદગીમાં સૌથી પહેલા તહેવારો એ બાદ કોઇ લાંબી રજાઓ આવતી હોય તો ત્યારે અને જો તે વખતે પણ બીજી ફિલ્મો પહેલાથી નક્કી હોય તો અંતમાં કોઇ રાષ્ટ્રીય રજાઓ પર ફિલ્મ રિલિઝ કરવામાં આવે છે. જો કે આથી વિપરીત લાંબા સમય સુધી વિવાદોમાં પદ્માવત છેવટે 25મી જાન્યુઆરીએ રીલીઝ થઇ. પદ્માવતને 26 જાન્યુઆરી જેવી રજાની મદદ મળી ખરા પણ તેના વિવાદના કારણે આ ફિલ્મ ખૂબ જ જૂજ સિનેમાઘરોમાં રિલિઝ થઇ છે. જો કે તેમ છતાં ચોંકવનારી વાત એ છે કે તેની બોક્સ ઓફિસ કમાણી સલમાન ખાનની ફિલ્મ ટાઇગર ઝિંદા હૈ ની કામાણી કરતા વધુ છે. માત્ર બે જ દિવસમાં આ ફિલ્મ ટાઇગર જિંદા હૈ કરતા વધુ કમાણી કરી લીધી છે.

રિલિઝ ડેટની પસંદગી

રિલિઝ ડેટની પસંદગી

મોટા ભાગે 26 જાન્યુઆરી જેવા દિવસોમાં કોઇ દેશભક્તિની ફિલ્મોને રિલિઝ કરવામાં બોક્સ ઓફિસ પર સારી કમાણી થાય છે. એવુ મોટા ભાગના લોકોનું માનવું હતું. પરંતુ સૌ પ્રથમ આ દિવસો પર ફિલ્મ રિલિઝ કરવાની શરૂઆત અક્ષયકુમારે કરી. ત્યાર બાદથી હવે તો તેનો ટ્રેન્ડ થઈ ગયો છે.

26 જાન્યુ. રિલિઝ ફિલ્મો

26 જાન્યુ. રિલિઝ ફિલ્મો

વર્ષ 2018માં ને 26 જાન્યુઆરી માટે પહેલા માત્ર અક્ષયકુમારની ફિલ્મ પેડમેન અને સિદ્ધાર્ષ મલ્હોત્રાની ફિલ્મ અય્યારી રિલિઝ થશે તેવી ચર્ચા ચાલી રહી હતી. અચાનક પદ્માવત ફિલ્મની વિવાદોના કારણે આ તારીખ પદ્માવત લઈ ગઈ. તેને ચોક્કસ ફાયદો પણ થયો છે. તે બુધવારે 4000 સ્ક્રિન પર રિલિઝ કરવામાં આવી હતી તેના પહેલા દિવસની બોક્સઓફિસ કમાણી 5 કરોડ જાણવા મળી છે.

અક્ષયકુમારે કરી શરૂઆત

અક્ષયકુમારે કરી શરૂઆત

બોલીવૂડના સ્ટાર એક્ટર અક્ષયકુમારે સૌ પ્રથમ પોતાની ફિલ્મોને રાષ્ટ્રીય રજાઓ પર રિલિઝ કરવાની શરૂ કરી. તેણે વર્ષ 2015 અને 2016માં પોતાની દેશભક્તિની ફિલ્મ બેબી અને એર લિફ્ટ જેવી ફિલ્મો રિલિઝ કરી અને 100 કરોડથી પણ વધારેની કમાણી કરી. આથી જ 2017માં શાહરૂખ ખાને પણ પોતાની ફિલ્મ રઇઝ અને હ્રતિકની ફિલ્મ કાબિલ પણ આ રજાઓમાં જ રિલિઝ થઈ હતી.

પેડમેન અને અય્યારીની ટક્કર

પેડમેન અને અય્યારીની ટક્કર

એક રીતે જોવા જઇએ તો 26 જાન્યુ. માટેની પર્ફેક્ટ ફિલ્મ અય્યારીને ચોક્કસ કહી શકાય. પરંતુ કહી નહી હવે જ્યારે પેડમેન અને અય્યારી બન્ને એક જ દિવસે એટલે કે 9 ફેબ્રુઆરીના થઈ રહી છે ત્યારે બોક્સ ઓફિસ પર ચોક્કસ તેની અસર રહેશે. પરંતુ હાલ આટલા વિવાદો બાદ પણ પદ્માવત પોતાનો રંગ બતાવી રહી છે. અને તેની કમાણીને જોતા એક વીકમાં તેની કમાણી 20 કરોડને પાર થઈ જશે તેવું પણ બોલીવૂડ પંડિતોનું માનવું છે.

English summary
Padmaavat Box Office analysis Republic day films report.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.