Pahalgam Terror Attack : પહેલગામ હુમલાને લઈને શાહરૂખાને દુખ વ્યક્ત કર્યુ, જાણો શું કહ્યું?
Pahalgam Terror Attack : 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત થયા છે અને 20થી વધુ ઘાયલ થયા છે. આ દુઃખદ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે.
બોલીવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાને આ હુમલાને અમાનવીય અને દયનિય ગણાવીને દુખ વ્યક્ત કર્યુ છે.

તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, પહેલગામમાં થયેલા વિશ્વાસઘાત અને અમાનવીય હિંસાના કૃત્યથી દુઃખ અને ગુસ્સો વ્યક્ત કરવા માટે શબ્દો નથી. આવા સમયે આપણે માત્ર ભગવાન તરફ જોઈ શકીએ છીએ અને પીડિત પરિવારો માટે પ્રાર્થના કરી શકીએ છીએ. આપણે, એક રાષ્ટ્ર તરીકે, એકતા અને શક્તિ સાથે ઊભા રહીને આ ઘાતકી કૃત્ય સામે ન્યાય મેળવવો જોઈએ.
સલમાન ખાને પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા લખ્યું કે, કાશ્મીર જે પૃથ્વી પરનું સ્વર્ગ છે, હવે નરકમાં ફેરવાઈ રહ્યું છે. નિર્દોષ લોકો નિશાન બની રહ્યા છે. મારા હૃદયથી તેમના પરિવારજનો માટે દુઃખ વ્યક્ત કરું છું. એક પણ નિર્દોષનું મૃત્યુ સમગ્ર બ્રહ્માંડના મૃત્યુ સમાન છે.
પ્રિયંકા ચોપરાએ પણ આ હુમલાને નિંદનીય ગણાવ્યું અને કહ્યું કે લોકો ત્યાં રજાઓ, હનિમૂન અને પરિવાર સાથે આનંદ માણવા ગયા હતા. આ ઘટના એ દુઃખદ છે અને આપણે તેને ભૂલી શકતા નથી.
આ હુમલાની જવાબદારી ધ રેસિસ્ટન્સ ફ્રન્ટ (TRF) નામના આતંકવાદી સંગઠને લીધી છે, જે પાકિસ્તાન આધારિત લશ્કર-એ-તોયબા સાથે સંકળાયેલ છે.
આ હુમલામાં ભારતીય નૌકાદળના એક અધિકારી અને ઇન્ટેલિજન્સ બ્યુરોના એક કર્મચારી પણ શહીદ થયા છે. સેનાએ ઘાયલ લોકોને હેલિકોપ્ટર દ્વારા બચાવ્યા અને સ્થાનિક લોકોએ પણ ઘાયલોની મદદ કરી.
જણાવી દઈએ કે, આ હુમલામાં પાકિસ્તાનની ભુમિકાને જોતા ભારતે તમામ પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવા આદેશ કર્યો છે. ભારતે પાકિસ્તાન એમ્બેસીને પણ અઠવાડિયામાં દેશ છોડવા કહ્યું છે. આટલુ જ નહીં ભારતે સિંધુ જળ સંધિ પર રોક લગાવી દીધી છે.












Click it and Unblock the Notifications
