આમિર ખાનની દિકરીના લગ્નમાં યોજાશે પાયજામા પાર્ટી, જાણો કેમ અને કેવી રીતે યોજાય છે?
આમિર ખાનની દિકરી આયરા ખાનના લગ્ન નુપુર શિખરે સાથે થયા છે અને બન્ને હવે ફેમેલી અને મિત્રોની હાજરીમાં પરંપરા અનુસાર લગ્ન કરવા જઈ રહ્યાં છે. આ લગ્નની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા છે.
આ કપલે 3 જાન્યુઆરીએ કોર્ટ મેરેજ કર્યા છે અને ઉદયપુરના તાજ લેક પેલેસમાં ધાર્મિક વિધિઓ અનુસાર લગ્ન કરવા જઈ રહ્યા છે. આ કપલના લગ્નમાં યોજાનારા ફંક્શનની વિગતો પણ ઓનલાઈન જાહેર કરવામાં આવી છે.

મહેંદી ફંક્શન 8મી જાન્યુઆરીએ લગ્નમાં પાયજામા પાર્ટીનું આયોજન છે. જેના માટે તેણે તેના મિત્રોને આમંત્રણ આપ્યું છે. આ પાયજામા પાર્ટીના ટ્રેન્ડને લઈને ખુબ ચર્ચા થઈ રહી છે.
આ પાર્ટીમાં પાયજામા પહેરીને મહેમાનોએ આવવાનું હોય છે. પાર્ટી માટે પાયજામા સાથે લૂઝ ટી-શર્ટથી લઈને ટોપ સુધી કુર્તી સુધી કંઈપણ પહેરી શકો છો. જો તમે પથારીમાંથી ઉઠીને સીધા પાર્ટીમાં હાજરી આપવા માંગતા હોવ તો તેમાં પણ કોઈ સમસ્યા નથી.
લોકો આખી રાત રોકાય છે અને પાયજામા પાર્ટીઓમાં મસ્તી કરે છે. આ સમય દરમિયાન લોકો રમે છે અને ઘણા લોકો આ પાર્ટીને અલગ રીતે અને પોતપોતાની રીતે એન્જોય કરે છે. પાર્ટીમાં શું કરવું તે યજમાન નક્કી કરે છે.
પાયજામા પાર્ટીમાં મોટાભાગે છોકરીઓ ભાગ લે છે, જો કે ઘણી જગ્યાએ પુરુષો પણ આ પાર્ટીની મજા લેતા જોવા મળે છે. લગ્નના માહોલમાં પણ આ પાર્ટી સામાન્ય કપડા પહેરીને માણી શકાય છે, તેથી આ પાર્ટીને ઘણી પસંદ કરવામાં આવે છે. સામાન્ય રીતે છોકરીઓ આ પાર્ટીનું આયોજન કરે છે. આ પાર્ટી આખી રાત એન્જોય કરવા માટે ખૂબ જ ટ્રેન્ડમાં છે.












Click it and Unblock the Notifications
