Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કરણ જોહર પર પાકિસ્તાની સિંગરે લગાવ્યો ગીત ચોરીનો આરોપ, ટી સીરિઝે આ રીતે આપ્યો જવાબ

ધર્મા પ્રોડક્શન્સની આવનારી ફિલ્મ 'જુગ જુગ જીયો'નુ ટ્રેલર હાલમાં જ લૉન્ચ કરવામાં આવ્યુ હતુ પરંતુ હવે તે વિવાદોમાં ઘેરાતુ જોવા મળી રહ્યુ છે.

મુંબઈઃ ધર્મા પ્રોડક્શન્સની આવનારી ફિલ્મ 'જુગ જુગ જીયો'નુ ટ્રેલર હાલમાં જ લૉન્ચ કરવામાં આવ્યુ હતુ પરંતુ હવે તે વિવાદોમાં ઘેરાતુ જોવા મળી રહ્યુ છે. પાકિસ્તાની સિંગર અબરાર ઉલ હકે બૉલિવુડ ફિલ્મ પ્રોડ્યુસર કરણ જોહર પર ફિલ્મ 'જુગ જુગ જીયો' માટે તેમના ગીત 'નચ પંજાબન' ચોરવાનો આરોપ લગાવ્યો છે. ત્યાં સુધી કે તેમણે કરણ જોહરના પ્રોડક્શન હાઉસ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની પણ ધમકી આપી છે. સિંગરના આ આરોપો પર હવે મ્યુઝિક કંપની ટી સીરિઝે જવાબ આપ્યો છે. ટી સીરિઝે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી એક નિવેદન જાહેર કરીને અબરારના આરોપોને ફગાવીને કહ્યુ કે ગીતને કાયદેસર રીતે મૂવીબૉક્સ રેકૉર્ડથી લેવામાં આવ્યુ છે જેમની પાસે ગીતના રાઈટ્સ સુરક્ષિત છે.

ટી સીરિઝે આપી સફાઈ

ટી સીરિઝે આપી સફાઈ

ટી સીરિઝે ટ્વિટ કર્યું, 'અમે 1 જાન્યુઆરી, 2002ના રોજ સંબંધિત પક્ષ પાસેથી ગીતના અધિકારો કાયદેસર રીતે મેળવ્યા હતા અને તે બોલીવુડ ક્લાસિક્સની યુટ્યુબ ચેનલ પર પણ હાજર છે જેની માલિકી અને સંચાલન મૂવીબોક્સ રેકોર્ડ્સ લેબલ પાસે છે.' ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી ફિલ્મ 'જુગ જુગ જિયો'નું આ ગીત ક્યારે રિલીઝ થશે તેનો ઉલ્લેખ ક્રેડિટ સેક્શનમાં પણ કરવામાં આવશે. આ સાથે ટી સીરિઝે ટ્રેકની યુટ્યુબ લિંક શેર કરવાની સાથે ધર્મા પ્રોડક્શન્સ અને મૂવીબોક્સને પણ ટેગ કર્યા છે.

મૂવીબૉક્સે અબરારનના દાવાઓને ફગાવ્યા

ટ્વિટર પોસ્ટમાં મૂવીબોક્સ રેકોર્ડ્સ લેબલે અબરારના દાવાઓને નકારી કાઢ્યા અને કહ્યુ - 'નચ પંજાબન' ગીતને 'જુગ જુગ જિયો' ફિલ્મમાં સમાવેશ કરવા માટે ટી-સીરીઝ દ્વારા સત્તાવાર રીતે લાઇસન્સ આપવામાં આવ્યુ છે. કરણ જોહર અને ધર્મા પ્રોડક્શન પાસે તેનો ઉપયોગ કરવાનો કાનૂની અધિકાર છે. તેની ફિલ્મનુ આ ગીત અને અબરારનુ ટ્વીટ બદનક્ષીભર્યું અને સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. તમને જણાવી દઈએ કે વરુણ ધવન, કિયારા અડવાણી, અનિલ કપૂર અને નીતુ કપૂર ધર્મા પ્રોડક્શનની આગામી ફિલ્મ 'જુગ જુગ જિયો'માં સાથે જોવા મળશે. આ ફિલ્મ 24 જૂને રિલીઝ થશે.

અબરાર ઉલ હકે ગીતને લઈને કર્યો દાવો

અબરાર-ઉલ-હકનુ ગીત 'નચ પંજાબન' વર્ષ 2002માં રિલીઝ થયુ હતુ. તેણે એક ટ્વિટમાં કહ્યુ હતુ કે તેણે તેના ગીત નચ પંજાબનના રાઇટ્સ કોઈને વેચ્યા નથી અને કરણ જોહર જેવા નિર્માતાઓએ ગીતની નકલ કરવી જોઈએ નહિ. આ મામલે તેણે કહ્યુ- હું નુકસાનીનો દાવો કરવા કોર્ટમાં જવા માંગુ છુ. આ મારુ છઠ્ઠુ ગીત છે જેની નકલ કરવામાં આવી રહી છે જેને બિલકુલ મંજૂરી આપવામાં આવશે નહિ અન્ય એક ટ્વીટમાં તેણે કહ્યુ- નચ પંજાબન ગીતનુ લાયસન્સ કોઈને આપવામાં આવ્યુ નથી. જો કોઈ દાવો કરતુ હોય તો મારી સામે કરાર રજૂ કરો. હું આ મામલે કાયદેસરની કાર્યવાહી કરીશ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X