Palak Sindhwani contract dispute : તારક મહેતાની સોનુએ મેકર્સ પર માનસિક ટોર્ચરના આરોપ લગાવ્યા, જાણો શું કહ્યું?

Palak Sindhwani contract dispute : છેલ્લા કેટલાક સમયથી વિવાદોનું ઘર બની રહેલો ફેમસ ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફરીથી વિવાદમાં છે. હવે શોની સૌથી ફેમસ કેરેક્ટર સોનું ભીડેએ મેકર્સ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

જીલ મહેતા અને નીધિ ભાનુશાળી બાદ શોમાં સોનુ ભીડેનું પાત્ર પલક સિંધવાની ભજવી રહી છે. હવે પલકે મેકર્સ પર માનસિક ટોર્ચરનો આરોપ લગાવ્યો છે.

Palak Sindhwani contract dispute

તારક મહેતાના ઘણા પાત્રો મેકર્સની દાદાગીરી અને ટોર્ચરની વાત કરી ચુક્યા છે ત્યારે હવે સોનુ ભીડે ઉર્ફે પલક સિંધવાનીએ પણ ગંભીર આરોપ લગાવ્યા છે અને કહ્યું કે તે શો છોડવા ઈચ્છે છે.

પલકે કહ્યું કે, તેને શો છોડવાથી રોકવામાં આવી રહી છે. અભિનેત્રીએ શોના મેકર્સ પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, તે શો છોડવા માંગે છે અને તેથી જ તેની સાથે આ રીતે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે.

જણાવી દઈએ કે, શોના મેકર્સે થોડા સમય પહેલા પલક સિંધવાનીને કોન્ટ્રાક્ટ ભંગ બદલ નોટિસ મોકલી છે અને ત્યારબાદ અભિનેત્રીએ આ સમાચારોને ખોટા ગણાવ્યા હતા. હવે નીલા ફિલ્મ્સ પ્રોડક્શને એક નિવેદન જારી કરીને પુષ્ટિ કરી છે કે અભિનેત્રીને કાનૂની નોટિસ મોકલવામાં આવી છે.

પ્રોડક્શને કહ્યું છે કે, પલકે કરારનું ઉલ્લંઘન કરીને શો, પાત્ર અને પ્રોડક્શન કંપનીને નુકસાન પહોંચાડ્યું છે. પલક પર તેની જાણ વગર થર્ડ પાર્ટી એન્ડોર્સમેન્ટ કરવાનો આરોપ છે. તેણીએ આમ કરતા રહેલા પ્રોડક્શન હાઉસની મંજૂરી લીધી નથી.

મેકર્સે કહ્યું કે, ચેતવણી બાદ પણ તેણીએ કરારનું ઉલ્લંઘન કરતા પ્રોડક્શને કાનૂની કાર્યવાહી કરવી પડી છે. મેકર્સનું કહેવું છે કે લીગલ નોટિસ આપ્યા બાદ પલકે શો છોડવાની ધમકી આપી હતી.

એક ઈન્ટરવ્યૂમાં પલક સિંધવાનીએ આ તમામ આરોપોને ખોટા ગણાવ્યા અને કહ્યું કે 8 ઓગસ્ટે જ તેણે મેકર્સને શો છોડવાનો પોતાનો નિર્ણય જણાવી દીધો હતો.

પલકે કહ્યું કે, મેકર્સે તેની વાત મંજુર નહોતી અને થોડા અઠવાડિયા પછી મને કરારના ઉલ્લંઘન માટે નોટીસ મળી. મેં 5 વર્ષ પહેલા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. પલકે આરોપ લગાવ્યો કે આ બધુ તેણે શો છોડવાની વાત કરી એટલે કરવામાં આવી રહ્યું છે.

પલક સિંધવાનીએ કહ્યું કે, હું સ્વાસ્થ્ય સમસ્યાઓ અને પ્રોફેશનલ ગ્રોથને કારણે શો છોડવા માંગુ છું અને મેં સપનામાં પણ કલ્પના કરી ન હતી કે 5 વર્ષ સુધી કામ કર્યા પછી મને ત્રાસ આપવામાં આવશે. આ શો છોડવો મારા માટે મુશ્કેલ બની રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X