For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાછો આવશે ગઝલન ગીતોનો જમાનો : પંકજ ઉધાસ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 20 જુલાઈ : બૉલીવુડ ફિલ્મોમાં જિએં તો જિએં કૈસે..., ના કજરે કી ધાર... અને ચિટ્ઠી આઈ હૈ આઈ હૈ ચિટ્ઠી આઈ હૈ... જેવા ગીતો આપનાર ગઝલ ગાયક પંકજ ઉધાસ માને છે કે ફિલ્મોમાં ગઝલોનો તબક્કો ટુંકમાં જ પાછો ફરશે.

pankajudhas

એક ગઝલ કાર્યક્રમ ખજાના માટે શુક્રવારે અહીં યોજાયેલ પ્રેસ કૉન્ફરંસમાં 62 વર્ષીય પંકજે જણાવ્યું - મેં ફિલ્મો માટે ગાવાનું બંધ નથી કર્યું, પણ હા લાંબા સમયથી ફિલ્મોમાં મારું ગીત નથી. જો કોઈ સારૂં ગીત હોય, તો હું ગાવા માટે તૈયાર છું.

તેમણે જણાવ્યું - હું આશા સેવુ છું કે સાજન ફિલ્મના જિએં તો જિએં કૈસે... જેવા ગઝલ જેવા ગીતોનો જમાનો ટુંકમાં જ પાછા ફરશે. અને મને લાગે છે કે તે દિવસો હવે દૂર નથી.

પંકજ ઉધાસને 2006માં ગઝલ ગાયકી માટે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતાં. તેમણે ફિલ્મો માટે ગીતો ગાવા ઉપરાંત અનેક પર્સનલ આલબમ્સ જારી કર્યાં છે. તેમના કેટલાંક લોકપ્રિય ગીતોમાં ચિટ્ઠી આઈ હૈ..., મૈં દીવાના હૂં... તથા છુપાના ભી નહીં આતા... નો સમાવેશ થાય છે.

English summary
Ghazal maestro Pankaj Udhas, who has crooned numbers like "Jeeyein toh jeeyein kaise" and "Na kajre ki dhaar" in Bollywood movies, feels the era of ghazals in films will come back soon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X