Pics : પ્રેમ તો શું, ખાવાનો સમય નથી પરિણીતી પાસે!
મુંબઈ, 5 જુલાઈ : જે અભિનેત્રી વધુ વ્યસ્ત, તે વધુ સફળ. પરિણીતી ચોપરાનો પણ કંઇક આવો જ હાલ છે. પરિણીતીનું કહેવું છે કે તેઓ આજકાલ એટલા બધા વ્યસ્ત છે કે તેમની પાસે ખાવાનો પણ સમય નથી. પરિણીતીએ તેમના રોમાંટિક કૅરિયર અંગે પુછાયેલા પ્રશ્નના જવાબમાં આ વાત કહી. બૉલીવુડના અનેક નવા એક્ટરો અને દિગ્દર્શકો સાથે પરિણીતીનું નામ જોડાઈ ચુક્યું છે, પણ તેઓ કહે છે કે જ્યારે તેમની પાસે સમય જ નથી, તો આખરે તે પ્યાર-વ્યાર અંગે કેવી રીતે વિચારી શકે? હાલ તો પરિણીતી ચોપરા પોતાની એક ફિલ્મના શૂટિંગ માટે બૅંકૉકમાં છે અને ટુંકમાં જ મુંબઈ પાછા ફરી બીજી ફિલ્મનું શૂટિંગ કરશે.
પરિણીતી ચોપરા કહે છે - જ્યારે મારી પાસે ખાવાનો સમય નથી, તો ભલા હું પ્રેમના લફરામાં કઈ રીતે પડી શકું? મારી પાસે બહુ કામ છે. હું બૅંકૉક ખાતે એક ફિલ્મનું શૂટિંગ કરી રહી છું. તે પછી બીજી ફિલ્મના શૂટિંગાર્થે મારે મુંબઈ જવું છે. કોઈની સાથે સંબંધની વાત તો શું, મારી પાસે તો ખાવાનો પણ સમય નથી. પરંતુ હું જિંદગીના આ તબક્કાને લઈને બહુ ખુશ છું.
પરિણીતી ચોપરા કે જેઓ બૉલીવુડના જંગલી બિલાડી પ્રિયંકા ચોપરાના પિતરાઈ બહેન છે. તેમણે લૅડીઝ વર્સિસ રિકી બહેલ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું. ફિલ્મમાં સપોર્ટિંગ એક્ટ્રેસનો રોલ હોવા છતા તેમની એક્ટિંગે સૌને પ્રભાવિત કર્યા હતાં અને તેથી જ યશ રાજ બૅનરે પોતાની ફિલ્મ ઇશકઝાદેમાં તેમને લીડ રોલ આપ્યો હતો.

લૅડીઝ વર્સિસ રિકી બહેલ સાથે શરુઆત
લૅડીઝ વર્સિસ રિકી બહેલ સાથે કૅરિયર શરૂ કરનાર પરિણીતીએ પોતાની એક્ટિંગથી સૌને પ્રભાવિત કર્યાં અને યશરાજે તેમની ઇશકઝાદે માટે સાઇન કર્યાં. પરિણીતીએ પ્રથમ ફિલ્મમાં દીપિકા અને રણવીર સાથે કામ કર્યું. છતા પોતાની છાપ છોડી.

ઇશકઝાદેથી છવાયાં
પરિણીતીની પ્રથમ લીડ રોલ ધરાવતી ફિલ્મ ઇશકઝાદે હતી અને તેની સફળતા સાથે જ પરિણીતી છવાઈ ગયાં.

પ્રિયંકાના પિતરાઈ બહેન
પરિણીતી પ્રિયંકા ચોપરાના પિતરાઈ બહેન છે. છતાં પરિણીતીએ પોતાના બળે બૉલીવુડમાં પોતાનું સ્થાન જમાવ્યું.

પ્રિયંકાનો પ્રોત્સાહન
પ્રિયંકા ચોપરા પરિણીતીને પ્રોત્સાહન આપતા રહ્યાં છે. બંને એક-બીજાની ખૂબ જ નજીક છે.

પ્રિયંકાના દુઃખના સહભાગી
તાજેતરમાં જ પ્રિયંકાના પિતા અશોક ચોપરાનું નિધન થયું, ત્યારે પરિણીતી તેમના દુઃખમાં સહભાગી થયાં અને દરેક પ્રસંગે સાથે ઊભા રહ્યાં.












Click it and Unblock the Notifications
