Pics : કોણ હશે ‘પ્રેમ’ની પ્રેમિકા : પરિણીતી કે ઇલિયાના?
મુંબઈ, 5 જુલાઈ : ફિલ્મ મૈંને પ્યાર કિયા, હમ આપકે હૈં કૌન તથા હમ સાથ સાથ હૈં જેવી ફિલ્મો આપનાર સૂરજ બરજાત્યા પુનઃ એક વાર પોતાના ફેવરિટ અભિનેતા સલમાન ખાન સાથે ફિલ્મ લઈને આવી રહ્યાં છે. રાજશ્રી પ્રોડક્શનની આ પારિવારિક ફિલ્મ માટે બે નાયિકાઓના નામ સામે આવ્યાં છે - પરિણીતી ચોપરા અને ઇલિયાના ડીક્રૂઝ. હવે સલમાન ખાન એટલે કે આપણાં ‘પ્રેમ'ની પ્રેમિકા કોણ બનશે? તેનું કાઉંટડાઉન શરૂ થઈ ગયું છે.

જોકે દેસી લુકની વાત કરીએ, તો ઇલિયાના અને પરિણીતી બંને એક-બીજાને ટક્કર આપે છે. ખાસ વાત એ છે કે આ બંનેના નામ આવતા અગાઉ અનુષ્કા શર્માનું નામ ચર્ચામાં હતું, પરંતુ સલમાન સાથે અનુષ્કાની જોડી જામતી ન લાગી. જોકે કહે છે કે અનુષ્કાએ પોતે જ આ ફિલ્મ છોડી દીધી. હવે પરિણીતી ચોપરા અને ઇલિયાનાનું નામ ફાઇનલ કરાયું છે. સૂરજ બરજાત્યા પોતાની ફિલ્મનું શૂટિંગ વિદેશમાં કરવા માંગે છે. તેથી સારી લોકેશનની શોધમાં વિદેશમાં ફરી રહ્યાં છે.
સ્વદેશ પરત ફર્યા બાદ જ સૂરજ પરિણીતી ને ઇલિયાને મળશે અને સ્ક્રિપ્ટ રીડિંગ સેશન બાદ બંનેમાંથી કોઈ એકની પસંદગી કરશે. ખાસ વાત એ પણ છે કે સલમાન ખાન અત્યાર સુધીની રાજશ્રી ત્રણેય ફિલ્મોમાં નાના ભાઈની ભૂમિકામાં હતાં, પરંતુ આ વખતે તેઓ મોટા ભાઈનો રોલ કરશે. ફિલ્મનું શૂટિંગ ઑક્ટોબરમાં શર થશે અને નાના ભાઈનો રોલ અર્જુન કપૂર ભજવશે.












Click it and Unblock the Notifications
