Pathaan Trailer : તમે જોયુ કે નહીં પઠાણનું ટ્રેલર, જાણો શું છે ખાસ?
દર્શકો પઠાણને સિનેમાધરોમાં આવવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે તેના ટ્રેલરને પણ જોરદાર પ્રતિસાદ મળ્યો છે. ટ્રેલર જોયા બાદ ફેન્સ વખાણ કરી રહ્યા છે. ટ્રેલર શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણના એક્શન સીન્સથી ભરપુર છે.
મુંબઈ : લાંબા સમયથી રાહ જોવાઈ રહેલી ફિલ્મ પઠાણનું ટ્રેલર રિલિઝ થઈ ગયુ છે. સોંગથી જ ધમાલ મચાવી દેનારી ફિલ્મ પઠાણના ટ્રેલરની હવે ચર્ચા થઈ રહી છે. દીપિકાની બિકીનીને લઈને થયેલા વિવાદ બાદ બાદ હવે ફિલ્મનું ટ્રેલર આખરે રિલિઝ થયુ છે.

દર્શકો પઠાણને સિનેમાધરોમાં આવવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે તેના ટ્રેલરને પણ જોરદાર પ્રતિસાદ મળ્યો છે. ટ્રેલર જોયા બાદ ફેન્સ વખાણ કરી રહ્યા છે. ટ્રેલર શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણના એક્શન સીન્સથી ભરપુર છે. ટ્રેલરમાં દીપિકા પાદુકોણ જોરદાર એક્શન અવતારમાં જોવા મળી છે. ફિલ્મમાં જ્હોન અબ્રાહમ પણ ધમાકેદાર અંદાજમાં જોવા મળ્યો છે. તે ફિલ્મમાં શાહરૂખને ટક્કર મારી રહ્યો છે. અહીં ફેન્સને એ વાતની નિરાશા થઈ કે ટ્રેલરમાં સલમાન ખાન ક્યાંય જોવા મળ્યો નથી.
દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણનું ટ્રેલર સામે આવ્યા બાદ હવે ચાહકો ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અહીં તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની આ ફિલ્મ 25 જાન્યુઆરીએ મોટા પડદા પર રિલીઝ થશે. અહેવાલો અનુસાર, આ ફિલ્મની એડવાન્સ ટિકિટ બુકિંગ 14 જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિથી શરૂ થઈ શકે છે.












Click it and Unblock the Notifications
