‘પતિ પત્ની ઓર વો' પોસ્ટરઃ પિંજરામાં બંધ દેખાયા કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકર
ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો'નુ નવુ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યુ છે જ્યાં કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડેનો લુક જોઈ શકો છો.
ફિલ્મ 'પતિ પત્ની ઓર વો'નુ નવુ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યુ છે જ્યાં કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડેનો લુક જોઈ શકો છો. મુદસ્સર અઝીઝના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 6 ડિસેમ્બર 2019ના રોજ રિલીઝ થશે. ફિલ્મના પોસ્ટર્સને અત્યાર સુધી સારી પ્રતિક્રિયા મળી છે.

ફિલ્મ માટે લોકોમાં જબરદસ્ત ક્રેઝ
આજે એટલે કે સોમવારે જ ફિલ્મનુ ટ્રેલર પણ રિલીઝ થવાનુ છે. એમાં કોઈ શંકા નથી કે ફિલ્મ માટે લોકોમાં જબરદસ્ત ક્રેઝ છે. જ્યાં કાર્તિક બેક ટુ બેક હિટ આપીને ચર્ચામાં છે ત્યાં સ્ટુડ્ટ ઑફ ધ યર 2 બાદથી અનન્યા પાંડેની આ બીજી બોલિવુડ ફિલ્મ છે. જ્યારે ભૂમિ પેડનેકર ગયા અઠવાડિયાથી ‘સાંડ કી આંખ' જેવી ફિલ્મ આપી ચૂકી છે જે સમાચારોમાં છવાયેલી છે.

આશિક મિજાજ પતિ
પતિ પત્ની ઓર વો ના પોસ્ટર શેર કરીને કાર્તિકે લખ્યુ, ચિંટુ ત્યાગીના જીવનની ચાવી પત્ની પાસે.. અને દિલની ચાવી ‘વો' પાસે.. તમને જણાવી દઈએ કે આ 1978માં સંજીવ કુમાર સ્ટારર આવેલી સુપરહીટ ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો' ની રિમેક ફિલ્મ છે. ફિલ્મમાં કાર્તિક ચિંટુ ત્યાગીની ભૂમિકા નિભાવી રહ્યા છે કે જે લખનઉમાં રહે છે.. અને સમર્પિત આશિક મિજાજ પતિ છે.

અનન્યા સાથે થશે એક્સ્ટ્રા મેરિટલ અફેર
1978માં આવેલી આ કૉમેડી ફિલ્મને ઘણી પસંદ કરવામાં આવી હતી. ફિલ્મમાં સંજીવ કુમાર લીડ રોલમાં હતા જ્યારે તેમની પત્નીની ભૂમિકામાં વિદ્યા સિન્હા અને સેક્રેટરીના રોલમાં રંજીતા કૌર હતી. કમલેશ્વરની લખેલી આ કહાનીને ડાયરેક્ટ કરી હતી આર ચોપડાએ. વળી, આની રિમેક ફિલ્મમાં ભૂમિ કાર્તિકની પત્નીની ભૂમિકામાં દેખાશે. જ્યારે અનન્યા સાથે થશે એક્સ્ટ્રા મેરિટલ અફેર.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ








Click it and Unblock the Notifications
