એવા Luckies કે જેઓ બૉલીવુડ સ્ટાર્સના Siblings સાથે પરણ્યાં...

મુંબઈ, 25 નવેમ્બર : આયુષ શર્માનું નામ ક્યારેય સાંભળ્યુ હતું? અર્પિતા ખાન સાથે લગ્ન કર્યા બાદ આજે આયુષ શર્મા એક સેલિબ્રિટી બની ચુક્યા છે. અર્પિતા ખાન એટલે કોઈ સામાન્ય યુવતી કે સ્ત્રી નહીં, પણ બૉલીવુડ દબંગ સલમાન ખાનના બહેન. હવે સલમાન ખાન જેના ભાઈ હોય, તે પોતે સેલિબ્રિટી હોય જ અને સ્વાભાવિક રીતે તેને પરણનાર પણ ઑટોમૅટિક સેલિબ્રિટી બની જાય.

જોકે આયુષ શર્મા પણ કોઈ નાની-સૂની પર્સનાલિટી નથી. તેઓ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સુખરામના પૌત્ર અને હિમાચલ પ્રદેશ મંત્રિમંડળના સભ્ય અનિલ શર્માના પુત્ર છે. આમ છતાં અર્પિતા સાથે સંબંધ બંધાયા પહેલા તેઓ આટલા બધા જાણીતા નહોતાં. આમ અર્પિતાના પગલે આયુષ શર્મા સેલિબ્રિટી બની ગયાં.

ચાલો તમને આજે એવા ભાગ્યશાળીઓને મેળવીએ કે જેઓ બૉલીવુડ સ્ટાર્સના સંબંધીઓ સાથે લગ્ન કરી સેલિબ્રિટી બની ગયાં :

આયુષ શર્મા

આયુષ શર્મા

દિલ્હીના બિઝનેસમૅન આયુષ શર્માએ 18મી નવેમ્બરે અર્પિતા ખાન સાથે લગ્ન કર્યાં. તે અગાઉ તેઓ એટલા બધા પ્રખ્યાત નહોતાં, પરંતુ સલમાન ખાનના બહેન સાથે પરણ્યા બાદ તેઓ આજે એક સેલિબ્રિટી બની ચુક્યા છે.

સમીર આર્ય

સમીર આર્ય

સમીર આર્યને કોણ ઓળખતુ હતું? સમીરના લગ્ન સૃષ્ટિ સાથે થયા છે અને સૃષ્ટિ છે ફિલ્મ નિર્માતા ગોલ્ડી બહેલના બહેન. એટલુ જ નહીં, ગોલ્ડીના લગ્ન બાદ તો સૃષ્ટિ સોનાલી બેન્દ્રેના નણંદ પણ બની ગયાં. આમ સૃષ્ટિને પરણ્યા બાદ સમીર આર્ય પણ સેલિબ્રિટી બની ગયાં. વ્યવસાયે તેઓ સિનેમેટૉગ્રાફર છે, તો સૃષ્ટિ સૉફ્ટવૅર પ્રોડક્શનમાં છે.

નવીન શેટ્ટી

નવીન શેટ્ટી

વ્યવસાયે ફૅશન ડિઝાઇનર નવીન શેટ્ટીએ બૉલીવુડ દિગ્દર્શક રોહિત શેટ્ટીના બહેન મહેક સાથે લગ્ન કર્યાં અને આ લગ્નના અનેક બૉલીવુડ સેલિબ્રિટીઓ સાક્ષી બન્યાં.

નિખિલ નંદા

નિખિલ નંદા

રાજ કપૂરના દોહિત્ર છે નિખિલ નંદા. રાજ કપૂરના દીકરી રિતુ નંદાના પુત્ર નિખિલ એસ્કૉર્ટ્સ લિમિટેડના એમડી છે, પરંતુ અમિતાભ બચ્ચનના દીકરી શ્વેતા બચ્ચન સાથે લગ્ન બાદ તેઓ લાઇમલાઇટમાં આવ્યાં.

વૈભવ વોરા

વૈભવ વોરા

વૈભવ વોરાએ હેમા માલિની અને ધર્મેન્દ્રના દીકરી અભિનેત્રી અહાના દેઓલ સાથે લગ્ન કર્યાં. વૈભવ બિઝનેસમૅન છે, પરંતુ અહાના સાથે પરણ્યા બાદ તેઓ સેલિબ્રિટી પણ બની ગયાં.

અજય ચંદેલ

અજય ચંદેલ

અજય ચંદેલે કંગના રાણાવતના બહેન રંગોલી સાથે લગ્ન કર્યાં. તેઓ બિઝનેસમૅન છે.

ભરત સાહની

ભરત સાહની

રણબીર કપૂરના બહેન રિદ્ધિમા કપૂરે ગારમેંટ એક્સપોર્ટર ભરત સાહની સાથે લગ્ન કર્યાં છે. આમ ભરત સાહની પણ સૌભાગ્યશાળી વ્યક્તિ ગણાય.

મનોજ જૈન

મનોજ જૈન

વ્યવસાયે બિઝનેસમૅન મનોજ જૈને રાજ કપૂરના દીકરી રીમા કપૂર સાથે લગ્ન કર્યાં. રીમાના સેલિબ્રિટી સિબલિંગ્સમાં ઋષિ કપૂર અને રણધીર કપૂરનો સમાવેશ થાય છે. મનોજ-રીનાના પુત્ર અરમાન જૈને લેકર હમ દીવાના દિલ દ્વારા બૉલીવુડ ડેબ્યુ પણ કર્યુ છે.

હની-ધીરજ

હની-ધીરજ

હની ભાગનાની વાસુ ભાગનાનીના દીકરી અને જૅકી ભાગનાનીના બહેન છે. હનીએ રીતેશ દેશમુખના મોટા ભાઈ ધીરજ દેશમુખ સાથે લગ્ન કર્યા છે.

હૅરિસન જેમ્સ

હૅરિસન જેમ્સ

હૅરિસન જેમ્સ બૉલીવુડમાં ફિટનેસ ટ્રેનર તરીકે જાણીતા છે. તેમણે ઘણી બૉલીવુડ સેલિબ્રિટીઓ સાથે કામ કર્યુ છે. હૅરિસને અભિનેત્રી ઉર્વશી શર્માના બહેન સુચેતા શર્મા સાથે લગ્ન કર્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X