ક્યાં લાગ્યો ક્રિકેટ-ગ્લૅમરનો મેળાવળો? જઓ તસવીરો
મુંબઈ, 22 નવેમ્બર : કોલકાતા ખાતે શ્રીલંકા વિરુદ્ધ 264 રન બનાવી વર્લ્ડ રેકૉર્ડ સ્થાપનાર રોહિત શર્માને ચારે બાજુથી વખાણ મળી રહ્યા છે. તેમની આ સફળતા પર ક્રિકેટ જ નહીં, પણ બૉલીવુડ પણ ફિદા છે.
તાજેતરમાં જ રોહિતની સિદ્ધિ બદલ એક શાનદાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર તથા તેમના પત્ની અંજલિ સહિત અનેક ક્રિકેટર્સ અને બૉલીવુડ સ્ટાર્સ હાજર રહ્યા હતાં.
આઈપીએલ ટીમ મુંબઈ ઇંડિયાની માલિક નીતા અંબાણીએ પણ આ પાર્ટીમાં હાજરી આપી હતી, તો શિખર ધવન, ધવલ કુલકર્ણી,:ર ખાન, આશિષ નહેરા તથા અજિત અગરકરે પણ રોહિતની સિદ્ધિ બદલ તેમને બિરદાવ્યા હતાં.
ચાલો આપને બતાવીએ પાર્ટીની તસવીરી ઝલક :

મૅન ઑફ મોમેંટ
રોહિત શર્માએ 264 રનનો વર્લ્ડ રેકૉર્ડ કરતાં એક પાર્ટી યોજી હતી. રોહિત ખૂબ જ ખુશખુશાલ જણાય છે.

ઈશાંત શર્મા
ઈશાંત શર્મા જોકે ટીમનો ભાગ ન હોતો, પણ પાર્ટીનો ભાગ જરૂર બન્યો હતો.

ધવલ કુલકર્ણી
રોહિતના સાથી ખેલાડી ધવલ કુલકર્ણીએ આ પાર્ટીમાં હાજરી આપી હતી.

અગરકર, ઝહીર, નહેરા
અજિત અગરકર, ઝહીર ખાન અને આશિષ નહેરાએ પણ રોહિતની પાર્ટીમાં ભાગ લીધો હતો.

સચિન-અંજલિ
સચિન તેંદુલકરે પોતાની પત્ની અંજલિ સાથે હાજરી આપી રોહિતને અભિનંદન પાઠવ્યા હતાં.

શિખર ધવન
ઓપનિંગ બૅટ્સમૅન શિખર ધવન પણ રોહિતની સિદ્ધિ વાળી મૅચનો ભાગ નહોતા, પરંતુ પાર્ટીમાં જરૂર પહોંચ્યા હતાં.

સુનીલ શેટ્ટી
બૉલીવુડ સ્ટાર સુનીલ શેટ્ટીએ હાજરી આપી હતી.

સચિન-અંજલિ
સચિન અને અંજલિએ પોઝ આપ્યા હતાં.

નીતા અંબાણી અને આકાશ
મુંબઈ ઇંડિયાની માલિક નીતા અંબાણીએ પોતાના પુત્ર આકાશ સાથે હાજરી આપી હતી.

પ્રીતિ ઝાંગિયાણી
રોહિત શર્માની પાર્ટીમાં પ્રીતિ ઝાંગિયાણી.

સોહેલ-સીમા
રોહિતની પાર્ટીમાં સોહેલ ખાન અને સીમા સચદેવ.

વત્સલ સેઠ
રોહિતની પાર્ટીમાં વત્સલ સેઠ.

વિક્રમ સઠાયે
રોહિતની પાર્ટીમાં વિક્રમ સઠાયે.












Click it and Unblock the Notifications
