For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Funny Mistakes : આ તે કેવી ચેન્નઈ એક્સપ્રેસ! રાહુલનો પ્રવાસ સ્લીપરમાં અને ઉતર્યો જનરલ ડબ્બામાંથી!

By કન્હૈયા કોષ્ટી
|
Google Oneindia Gujarati News

મુંબઈ, 1 માર્ચ : શું એવું શક્ય છે કે કોઈ વ્યક્તિ પ્રવાસ તો ટ્રેનના સ્લીપર કોચમાં કરે અને જ્યારે ઉતરાણ જનરલ ડબ્બામાંથી કરે? આપનો જવાબ ચોક્કસ નામાં જ હશે. એવું કઈ રીતે શક્ય બને. આજકાલ તો સામાન્ય મધ્યમ વર્ગના લોકો પણ જનરલ ડબ્બાની ભીડથી બચવા રિઝર્વેશન ટિકિટ લઈને જ મુસાફરી કરે છે, ત્યારે આ તો રોહિતનો રાહુલ છે. એ વળી કઈ રીતે જનરલ ડબ્બામાં મુસાફરી કરે અને સાચે જ તેણે ચેન્નઈ એક્સપ્રેસ જેવી સુપરહિટ ટ્રેનમાં પ્રવાસ તો સ્લીપર કોચમાં જ કર્યો, પણ જ્યારે ઉતરાણ જનરલ ડબ્બામાંથી કર્યો.

હવે આ ભૂલ કોણે કરી હશે? અમે વાત કરી રહ્યાં છીએ ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસની કે જેના એક દૃશ્યમાં આટલો મોટો ગોટાળો દેખાઈ આવ્યો હતો. રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે હતાં અને ફિલ્મ તો સુપરિહટ રહી હતી, પરંતુ સ્લીપર કોચ-જનરલ કોચની આ ફની મિસ્ટેક ઉપર કદાચ કોઈનું ધ્યાન નહોતુ ગયું. શાહરુખ ખાન પોતાના પિતાની અસ્થિઓના વિસર્જન માટે ચેન્નઈ એક્સપ્રેસના સ્લીપર કોચમાં પ્રવાસ કરે છે. તે જ દરમિયાન તે દીપિકા પાદુકોણેને પણ હાથ દઈ ડબ્બામાં ખેંચી લે છે, પરંતુ જ્યારે તે દીપિકાના પિતાના ગામમાં ઉતરાણ કરે છે, ત્યારે તેમનો ડબ્બો જનરલ દર્શાવાય છે.

આપને વિશ્વાસ નથી થતો? તો ચાલો આપને ચેન્નઈ એક્સપ્રેસ જ નહીં, પણ એવી અન્ય ફિલ્મોની ફની મિસ્ટેક્સ પણ બતાવીએ :

પડછાયાનો ફેર

પડછાયાનો ફેર

સાઉથની ફિલ્મ થુપ્પાક્કીના આ દૃશ્યમાં ચશ્માના એક ભાગે કોઇકનો પડછાયો દેખાય છે, પણ બીજા ભાગમાં નથી.

કમ્પાઉંડ વૉલ જુદી

કમ્પાઉંડ વૉલ જુદી

સાઉથની જ એક ફિલ્મના એક જ દૃશ્યમાં બે જુદી-જુદી કમ્પાઉંડ વૉલ દર્શાય છે.

એંસીના દાયકામાં સીસીટીવી કૅમેરો?

એંસીના દાયકામાં સીસીટીવી કૅમેરો?

સાઉથની ફિલ્મ વારાનમ અયિરામનો પ્લૉટ 1980ના દાયકાનો હતો, પણ તેમાં સીસીટીવી કૅમેરો પણ દેખાય છે. હવે વિચાર કરો કે 80ના દાયકામાં સીસીટીવી કૅમેરો ક્યાં હતો?

મૅસેજ ટાઇમમાં ગરબડ

મૅસેજ ટાઇમમાં ગરબડ

સાઉથની ફિલ્મ વિન્નૈથાન્ડી વરુવાયાના એક દૃશ્યમાં હીરો સિમ્બુએ સાંજે 5.15 વાગ્યે મૅસેજ મોકલ્યો, પણ હીરોઇન ત્રિશાએ રાત્રે 10.19 વાગ્યે રિપ્લાય કર્યો. એક સવાલનો જવાબ આપવામાં પાંચ કલાકનો સમય લાગી ગયો?

ટોટલમાં મિસ્ટેક

ટોટલમાં મિસ્ટેક

સાઉથની ફિલ્મ નેરામના એક દૃશ્યમાં એક રેસ્ટોરંટનું બિલ 464 રુપિયા દર્શાવાયું છે, પણ આ સરવાળો 444 રુપિયા જ થાય છે. આપ પણ ગણીને જોઈ શકો છો!

સેકેંડદીઠ બદલાતી કલાક

સેકેંડદીઠ બદલાતી કલાક

રજનીકાંતની ફિલ્મ સિવાજીનું આ એક્શન દૃશ્ય જુઓ. એ જ હીરો અને એ જ વિલન અને એક જ દૃશ્ય, પણ જાણે દરક સેકેંડે કલાક બદલાઈ જાય છે. પહેલા દૃશ્યમાં ઘડિયાળામાં 3.45, બીજામાં 4.10 અને ત્રીજામાં 4.15 વાગેલા દર્શાય છે.

ઘણી વસ્તુઓ ગાયબ

ઘણી વસ્તુઓ ગાયબ

સાઉથની ફિલ્મ ઓરૂ કાલ ઓરૂ કન્નડીના આ એક જ દૃશ્યની બે તસવીરો. જુઓ કેટલીક વસ્તુઓ ગાયબ છે.

બક્કલ ક્યાંથી આવ્યું?

બક્કલ ક્યાંથી આવ્યું?

લાઇફ ઑફ પાઇ ફિલ્મના ઉપરના દૃશ્યમાં બાળકીના વાળે બક્કલ નથી, પણ નીચેના દૃશ્યમાં બક્કલ ક્યાંથી આવી ગયું?

કેટલું વૈવિધ્ય

કેટલું વૈવિધ્ય

સાઉથની ફિલ્મ વર્ણમ આઇરામના એક જ સીનમાં કેટલું બધું વૈવિધ્ય દર્શાય છે.

ફ્લોર ચેંજ

ફ્લોર ચેંજ

સાઉથની ફિલ્મ થુપ્પાક્કીના એક જ દૃશ્યમાં જુઓ ફટાક કરીને ફ્લોર ચેંજ થઈ ગયું.

પેંટનું કલર બદલાયું

પેંટનું કલર બદલાયું

સાઉથની ફિલ્મ અય્યાનના એક દૃશ્યમાં સેમ સિક્વન્સ છતાં જીન્સનું કલર બદલાઈ ગયું છે.

પાવર ઑફ વિજય

પાવર ઑફ વિજય

સાઉથની ફિલ્મ ઘિલ્લીમાં જુઓ હીરો વિજયે કોકની બોતલ ખાલી કરીને ફેંકી અને જે બોતલ નીચે પડી, તે કોકાકોલાની બોતલ હતી.

બોતલ ગાયબ

બોતલ ગાયબ

સાઉથની ફિલ્મ ઓરૂ કાલ ઓરૂ કન્નડીના ઉપરના દૃશ્યમાં હીરોના હાથે બોતલ છે, પણ નેક્સ્ટ કટમાં તે ગાયબ થઈ ગઈ છે.

ફર્શ ચેંજ

ફર્શ ચેંજ

સાઉથની ફિલ્મ એથિર નીચલમાં હીરો જ્યારે સૂતો હોય છે, ત્યારે ફર્શ જુદી છે, પણ હીરોઇન આવતા તે બેઠો થયો, ત્યારે ફર્શ જુદી દેખાય છે.

મોબાઇલ ઉંધો

મોબાઇલ ઉંધો

સાઉથની જ એક ફિલ્મના દૃશ્યમાં મોબાઇલ ઉંધો પકડવામાં આવ્યો છે.

બોર્ડ ગાયબ

બોર્ડ ગાયબ

સાઉથની ફિલ્મ અટ્ટારિન્ટિકી દરેડીમાં એક જ દૃશ્યમાં હીરો-હીરોઇનની પાછળ રહેલ બોર્ડ અને ટ્રેનના પાટા પાસેની વસ્તુ પણ ગાયબ થઈ ગઈ.

કમાલનું કડું

કમાલનું કડું

સાઉથની ફિલ્મ ગોવાના એક્શન દૃશ્યોમાં જુઓ હીરોના હાથના કડાની કમાલ. ક્યારેક આવે છે અને ક્યારેક ગાયબ થઈ જાય છે.

પળ ભરમાં દીવાળનું સમારકામ!

પળ ભરમાં દીવાળનું સમારકામ!

સાઉથની એક ફિલ્મના આ બે દૃશ્યો જોઇએ તો કહી શકાય કે પળ ભરમાં કેવી રીતે દીવાળનું સમારકામ થઈ ગયુ છે!

ચપ્પલ બદલાયાં!

ચપ્પલ બદલાયાં!

સાઉથની ફિલ્મ આએગનના ગીત હે સાલા, આએગન... દરમિયાન પહેલા દૃશ્યમાં હીરોઇનના ચપ્પલ જુદા છે અને બીજા દૃશ્યમાં જુદાં છે.

કાગળિયા ક્યાંથી આવ્યાં?

કાગળિયા ક્યાંથી આવ્યાં?

સાઉથની ફિલ્મ સિંઘમના એક દૃશ્યમાં હીરોના હાથમાં કાગળિયા નહોતાં અને તરત જ બીજા દૃશ્યમાં કાગળિયા આવી ગયાં.

આવી પણ ગરબડ થાય

આવી પણ ગરબડ થાય

સાઉથની ફિલ્મ સ્વામીના આ દૃશ્યમાં જોઈ જાઓ કેવી ગરબડો થઈ છે.

ટાઇમ ચેંજ

ટાઇમ ચેંજ

સાઉથની ફિલ્મ પોડા પોડીના એક જ દૃશ્યમાં ઘડિયાળનો સમય અલગ-અલગ દર્શાય છે.

બાઇક બદલાયું

બાઇક બદલાયું

સાઉથની ફિલ્મ દીપાવલીના પોગાથે... ગીત દરમિયાન બાઇક બદલાયેલું જણાય છે.

જૂતાં બદલાયાં

જૂતાં બદલાયાં

કમલ હસનની ફિલ્મ વિશ્વરૂપમના આ દૃશ્યમાં જૂતાં ચેંજ થઈ ગયાં છે.

આવી પણ ગરબડ થાય

આવી પણ ગરબડ થાય

સાઉથની ફિલ્મ નનબનના એક દૃશ્યમાં આવી ગરબડ થઈ હતી.

ડબ્બી દબલાઈ

ડબ્બી દબલાઈ

સાઉથની ફિલ્મના એક દૃશ્યમાં હીરોઇન જ્યારે ડબ્બી ખોલે છે અને જ્યારે બંધ કરે છે. તે જ દરમિયાન ડબ્બી બદલાઈ જાય છે.

ટ્રિગર દબાયા વગર ગોળી ચાલી

ટ્રિગર દબાયા વગર ગોળી ચાલી

સાઉથની ફિલ્મ ઈગાના આ દૃશ્યમાં જુઓ ટ્રિગર દબાયા વગર જ ગોળી ચાલે છે અને નિશાન પણ લાગી જાય છે. છે ને કમાલ!

બે વર્ષ પાછળ...

બે વર્ષ પાછળ...

સાઉથની ફિલ્મ રાજા રાણીના ગીત રિંગા રિંગા... કમ્પોઝ તો થયું 2009માં, પણ અભિનેત્રી કીર્તન 2007માં નાચે છે.

બાઇક ચેંજ

બાઇક ચેંજ

સાઉથની ફિલ્મ સિલ્લુનુ ઓરૂ કધલના એક જ દૃશ્યમાં બે બાઇક જણાય છે.

પેંટ કોણ લઈ આવ્યું?

પેંટ કોણ લઈ આવ્યું?

સાઉથની ફિલ્મ ઘિલ્લીના એક જ દૃશ્યની બે તસવીરો કે જેમાં ઉપર હીરોએ પેંટ નથી પહેર્યું, પણ નીચે પહેરેલું જણાય છે.

ચેન મોટી થઈ ગઈ

ચેન મોટી થઈ ગઈ

રજનીકાંતની ફિલ્મ સિવાજીના આ દૃશ્યમાં તેમના કો-સ્ટારના ળાની ચેન અચાનક નાનામાંથી મોટી થઈ ગઈ.

છોકરામાંથી છોકરી!

છોકરામાંથી છોકરી!

સાઉથની ફિલ્મ પોકિરીના આ દૃશ્યમાં હીરો-હીરોઇન પાછળ ઉપર છોકરો છે, પણ નીચે છોકરી આવી ગઈ.

શર્ટનો રંગ ચેંજ

શર્ટનો રંગ ચેંજ

સાઉથની ફિલ્મ વાર્તા પડાથા વલિબર સંગમના પાકડથે પાકડથે... ગીતના દૃશ્યમાં હીરોની શર્ટનો રંગ બદલાઈ ગયો છે.

કાર રિપૅર થઈ ગઈ

કાર રિપૅર થઈ ગઈ

સાઉથની ફિલ્મ રોબોટના આ દૃશ્યના એક દૃશ્યમાં કાર ડૅમેજ થયેલી છે, પણ તરત જ તે બીજા દૃશ્યમાં રિપૅર થયેલી જણાય છે.

સ્લીપરમાં પ્રવાસ, જનરલમાંથી ઉતરાણ

સ્લીપરમાં પ્રવાસ, જનરલમાંથી ઉતરાણ

રોહિત શેટ્ટીની ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે આખો પ્રવાસ તો સ્લીપર કોચમાં કરે છે, પણ જ્યારે દીપિકાનું ગામ આવે છે, ત્યારે શાહરુખ ખાન જનરલ ડબ્બામાંથી ઉતરતાં જણાય છે.

English summary
Photos of movie mistake of all time.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X