Photos: સોનમ કપૂરની દિવાળી પાર્ટીમાં બૉલિવુડ સ્ટાર્સનો જમાવડો, સામે આવ્યા ઈનસાઈડ ફોટો
બૉલિવુડ અભિનેત્રી સોનમ કપૂર માટે આ વખતની દિવાળી કંઈક ખાસ રહી. આવો જોઈએ પાર્ટીના ઈનસાઈડ ફોટા જે યુઝર્સને ખૂબ ગમી રહ્યા છે.
દિવાળીનો તહેવાર આ વર્ષે દેશભરમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. બૉલિવુડ સ્ટાર્સની દિવાળી પાર્ટીઓના ફોટા સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. બૉલિવુડ અભિનેત્રી સોનમ કપૂર માટે આ વખતની દિવાળી કંઈક ખાસ રહી. એક તરફ દીકરા વાયુ સાથે પહેલી દિવાળી અને બીજી તરફ કોરોના મહામારીના બે વર્ષ પછી દિવાળીનો ઉમંગ. સોનમ કપૂરની દિવાળી પાર્ટીમાં જ્હાન્વી કપૂર, અર્જૂન કપૂર સહિત ઘણા બૉલિવુડ સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો. આવો જોઈએ પાર્ટીના ઈનસાઈડ ફોટા જે યુઝર્સને ખૂબ ગમી રહ્યા છે.

ભવ્ય પાર્ટીનુ આયોજન
સોનમ કપૂરે દિવાળીમાં એક ભવ્ય પાર્ટીનુ આયોજન કર્યુ હતુ. આ પાર્ટીમાં તેણે સફેદ રંગનો આઉટફિટ પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી, જ્યારે તેનો ભાઈ અર્જુન કપૂર પણ તેની બહેનની ગર્લ્સ ગેંગ સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો.

કાકા અનિલ કપૂર સાથે જ્હાન્વી-અંશુલા
જ્હાન્વી કપૂર અને અંશુલા કપૂર તેમના કાકા અનિલ કપૂર સાથે પોઝ આપતી જોવા મળી હતી. ફોટા જોઈને લાગે છે કે તેઓ ખૂબ જ ધમાલ-મસ્તી કરી રહ્યા છે.

આખો કપૂર પરિવાર
દિવાળીની આ પાર્ટીમાં જ્યારે આખો પરિવાર એકઠો થયો ત્યારે એક સુંદર ફોટો લેવામાં આવ્યો. પરિવારના સૌથી મોટા સભ્ય નિર્મલ કપૂર સાથે સૌએ તસવીરો ક્લિક કરી.

બહેનોના પોઝ
જ્હાનવી કપૂર અને અંશુલા કપૂર પણ સાથે જોવા મળ્યા હતા. અંશુલા કપૂર જણાવે છે કે જાહ્નવી કપૂરે તેના માંગ ટીકાને સુધારવા માટે ઘણો પ્રયત્ન કર્યો હતો પરંતુ નિષ્ફળ ગયો હતો.

માતા સાથે કપૂર પુત્રો
બોની કપૂર, અનિલ કપૂર અને સંજય કપૂરની તેમની માતા સાથે ફોટો પડાવતા જોવા મળી રહ્યા છે. અર્જુન કપૂર તેમજ સંજય કપૂરનો પુત્ર જહાં કપૂર પણ તેની દાદી સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો.

જ્હાન્વી અને સારા
આ પાર્ટીમાં પણ જ્હાન્વી અને સારાની જોડીએ ખૂબ જમાવટ કરી. બંનેએ ઘણી વાર કહ્યુ છે કે તેમની એકબીજા સાથે ખૂબ જ સારી બોન્ડિંગ છે જે અવારનવાર જોવા મળે છે.

જ્હાન્વી ન્યાસા દેવગણ સાથે
આ પાર્ટીમાં જ્હાન્વી કપૂર અને ન્યાસા દેવગન ખૂબ જ મસ્તી કરતી જોવા મળી હતી. બંનેની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
