For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : જુઓ બૉલીવુડની તુટેલી જોડીઓ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 22 નવેમ્બર : કહે છે કે બૉલીવુડમાં દર રોજ જોડીઓ બને છે અને તૂટે છે. આ તો વાત અફૅરની છે, પરંતુ લગ્ન અંગે પણ આ સેલિબ્રિટીઓ કઈંક વધુ જ કૂલ નજરે પડે છે. છુટાછેડાના સમાચાર તો તેમના જીવનનો સામાન્ય ભાગ થઈ ગયાં છે.

ગત મહીને જ્યાં સૈફ અલી ખાન અને કરીના કપૂરના લગ્નની ધામધૂમ બૉલીવુડમાં હતી, તો આ મહીને કરીનાના બહેન અને બૉલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરના સંજય કપૂર સાથે છુટાછેડાના સમાચારો ચર્ચામાં છે. કરિશ્મા અને સંજય વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાંક સમયથી વણસેલા હતાં અને હવે બંનેએ છુટા પડવાનો લગભગ ફેંસલો કરી લીધો છે. કપૂર પરિવારે ગત મહીને કરીના એટલે કે બેબોને વિદાય આપી, તો હવે કરિશ્મા એટલે કે લોલો પરત ફરવાની તૈયારી કરી રહ્યાં છે. ખેર, આ બધું તો ચાલતું જ રહે છે.

આવો અમે આપને બતાવીએ બૉલીવુડના આવી કેટલાંક તુટી પડેલી જોડીઓ અંગે.

આમિર-રીના

આમિર-રીના

બૉલીવુડના મિસ્ટર પરફેક્ટ આમિર ખાને પહેલા રીના દત્તા સાથે લગ્ન કર્યા હતાં. આ લગ્નથી આમિર ખાનને એક પુત્ર છે. પછી આમિર-રીના વચ્ચે છુટાછેડાં થઈ ગયાં અને આમિરે કિરણ રાવ સાથે લગ્ન કર્યાં. કિરણે પણ આમિરના એક પુત્રને જન્મ આપ્યો છે.

સૈફ-અમૃતા

સૈફ-અમૃતા

સૈફ અલી ખાને પોતાનાથી મોટા વયના અભિનેત્રી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતાં, પરંતુ પછી સૈફે અમૃતા સાથે છુટાછેડા લઈ લીધાં અને ગત મહીને જ કરીના કપૂર સાથે લગ્ન કર્યાં. સૈફને અમૃતા વડે બે સંતાનો પુત્ર ઇબ્રાહીમ તેમજ પુત્રી સારા છે.

મનીષા-સમ્રાટ

મનીષા-સમ્રાટ

નેપાળી બાળા અને બૉલીવુડ અભિનેત્રી મનીષા કોઈરાલાએ સમ્રાટ દહાલ સાથે લગ્ન કર્યા હતાં. તાજેતરમાં જ બંનેએ છુટાછેડા લીધા હતાં. મનીષા ઘણાં વખતથી આ લગ્નથી ખુશ નહોતાં.

મલ્લિકા-કરણ

મલ્લિકા-કરણ

મલ્લિકા શેરાવતે પણ પોતાના પતિ કૅપ્ટન કરણ સિંહથી છુટાછેડા લઈ લીધા હતાં.

કોંકણા-રણવીર

કોંકણા-રણવીર

થોડાંક દિવસ અગાઉ કોંકણા સેન શર્મા તેમજ રણવીર શોરે વચ્ચે પણ છુટાછેડાના સમાચારો ચર્ચામાં હતાં.

કરિશ્મા-સંજય

કરિશ્મા-સંજય

હવે ખૂબસૂરત અભિનેત્રી કરિશ્મા કપૂર તેમજ સંજય કપૂરના છુટાછેડા થવાના છે. કહેવાય છે કે આ બંનેના વચ્ચે છુટાછેડા પાછળ સંજયના જીવનમાં આવેલી એક બીજી સ્ત્રી છે.

English summary
Karishma Kapoor and Sanjay Kapoor after 9 years of their relationship now decided to end their marriage. In 2003 Karishma Kapoor married industrialist Sanjay Kapoor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X