Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics: એકતા કપૂરે સુશાંત સિંહ માટે રાખી પ્રાર્થનાસભા, અંકિતા લોખંડે પણ પહોંચી

સુશાંતના આત્માની શાંતિ માટે એકતા કપૂરે પોતાના ઘરે એક પ્રાર્થના સભા રાખી. જુઓ ફોટા.

સુશાંત સિંહ રાજપૂતે 34 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી લેતા સૌ કોઈ શોકમાં છે. તેમના જવાનુ દુઃખ ક્યારેય ઓછુ નહિ થાય. તેમના આત્માની શાંતિ માટે એકતા કપૂરે પોતાના ઘરે એક પ્રાર્થના સભા રાખી. આ પ્રાર્થના સભામાં સુશાંત સિંહ રાજપૂતની પવિત્ર રિશ્તા કો-સ્ટાર અંકિતા લોખંડે પણ પહોંચી. સુશાંત અને અંકિતાએ એક સાથે ઉંચાઈઓ જોઈ હતી.

પોતાની સ્માઈલથી લોકોનુ દિલ જીતી લેશે

પોતાની સ્માઈલથી લોકોનુ દિલ જીતી લેશે

એકતા કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર સુશાંતને યાદ કરીને વીડિયો પણ મૂક્યો છે જેમાં તે શોમાંથી સુશાંતના અમુક ફોટા હતા. આ શોએ સુશાંતને રાતોરાત સ્ટાર બનાવી દીધો હતો. જ્યારે આ શો લૉન્ચ થવાનો હતો ત્યારે ઝી ટીવીએ સ્પષ્ટ ના પાડી દીધી હતી કે સુશાંત એ રોલ માટે પરફેક્ટ નથી. પરંતુ એકતા સુશાંત માટે લડી હતી કે આ છોકરો પોતાની સ્માઈલથી લોકોનુ દિલ જીતી લેશે.

આ રીતે પહોંચી અંકિતા

આ રીતે પહોંચી અંકિતા

સુશાંત સિંહ રાજપૂતની પ્રાર્થનાસભામાં અંકિત લોખડે પણ પહોંચી. અંકિતા સાથે તેના દોસ્ત સંદીપ સિંહ પણ હતા. સંદીપ અંકિતા સાથે આખો દિવસ રહ્યા.

તૂટી ચૂકી છે અંકિતા

તૂટી ચૂકી છે અંકિતા

સુશાંતના મોતથી અંકિતા લોખંડે સંપૂર્ણપણે તૂટી ચૂકી છે. તે સુશાંતના બાંદ્રાવાળા ફ્લેટમાં પણ પહોંચી હતી જ્યાં તે ખૂબ રડી હતી.

પરિવારને મળી

પરિવારને મળી

અંકિતા, સુશાંતના પરિવારને મળી. તેમના પિતા અને બહેનોને સાંત્વના આપી પરંતુ હાલમાં સુશાંત સાથે જોડાયેલ દરેક વ્યક્તિ શોકમાં છે.

કાંપી ગઈ હતી આઈ

કાંપી ગઈ હતી આઈ

પવિત્ર રિશ્તામાં સુશાંતની આઈની ભૂમિકા ભજવનાર કલાકાર ઉષા નાડકરની આ સમાચારથી કાંપી ગયા હતા. તેમનુ કહેવુ હતુ કે હું વિચારી નથી શકતી કે એક પિતાને કેવુ લાગ્યુ હશે તેના અંતિમ સંસ્કાર કરતી વખતે. ખબર નહિ તેણે આવુ કેમ કર્યુ. એ તો બહુ સારો છોકરો હતો. એકદમ શાંત અને હસમુખ. મહેનતુ.

ઋત્વિકે કરી ભલામણ

ઋત્વિકે કરી ભલામણ

ઋત્વિક ધન્જાનીએ લોકોને ભલામણ કરીને કહ્યુ કે આપણે કહી રહ્યા છે Rest in peace પરંતુ આપણે એનો અર્થ ભૂલી ગયા છ્. આસપાસ એટલો અવાજ છે કે કોઈ પણ શાંતિથી કેવી રીતે રહી શકે છે.

બધુ કેવી રીતે બદલાયુ

બધુ કેવી રીતે બદલાયુ

એખ સપ્તાહ પહેલા જ પવિત્ર રિશ્તાની ટીમે 11 વર્ષ પૂરા થવા પર પાર્ટી કરી હતી. એકતા કપૂરનુ કહેવુ હતુ કે તેને સમજમાં નથી આવી રહ્યુ કે એક સપ્તાહમાં બધુ કેવી રીતે બદલાઈ ગયુ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X