For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૈફ અલી ખાનના 52માં જન્મદિવસે તૈમૂર-જેહ સાથે આખો પરિવાર જોડાયો, જુઓ Photos

સૈફ અલી ખાને 16 ઓગસ્ટના રોજ તેનો 52મો જન્મદિવસ ઉજવ્યો અને આ પ્રસંગે તેનો આખો પરિવાર તેના ઘરે એકઠો થયો હતો. જુઓ Photos

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ સૈફ અલી ખાને 16 ઓગસ્ટના રોજ તેનો 52મો જન્મદિવસ ઉજવ્યો અને આ પ્રસંગે તેનો આખો પરિવાર તેના ઘરે એકઠો થયો હતો. જ્યાં સૈફની બે નાની બહેનો સબા અલી ખાન અને સોહા અલી ખાન તેના જન્મદિવસે ફરી એકવાર રાખીનો તહેવાર મનાવીને ભેગા થયા હતા. તો બીજી તરફ સારા સિવાય તેના ત્રણેય પુત્રો આ પ્રસંગે સૈફ સાથે રહ્યા હતા. તસવીરોમાં કુણાલ ખેમુ પણ મસ્તીના મૂડમાં જોવા મળ્યો હતો. આ તસવીરો સૈફની બહેનો સોહા અલી ખાન અને સબા અલી ખાને તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

સૈફ અલી ખાને કાપી કેક

સૈફ અલી ખાને કાપી કેક

તસવીરોમાં સૈફ અલી ખાન પણ કેક કાપતો અને પછી ફૂડ એન્જોય કરતો જોવા મળી રહ્યો છે.વળી, તે તેના મિત્ર કુણાલ ખેમુ સાથે કેટલીક વાતચીત કરતો જોવા મળે છે. આવો જોઈએ તેના જન્મદિવસની તસવીરો.

ના દેખાઈ સારા અલી ખાન

ના દેખાઈ સારા અલી ખાન

આ પ્રસંગે સૈફ અલી ખાનનો આખો પરિવાર તેની સાથે જોવા મળ્યો હતો. ફક્ત તેની પુત્રી સારા અલી ખાન તેના જન્મદિવસ પર તેના પિતા સાથે રહી શકી નહોતી.

સાથે દેખાઈ સબા

સાથે દેખાઈ સબા

સારા નહોતી પરંતુ તેની ફોઈ સબા અલી ખાન ચોક્કસપણે આખા પરિવાર સાથે પ્રથમ વખત જોવા મળી હતી. નોંધપાત્ર રીતે છેલ્લા કેટલાક સમયથી સબા અલી ખાન ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ સક્રિય છે અને તે અવારનવાર તેના પરિવારના સભ્યોની તસવીરો શેર કરે છે.

ચર્ચામાં ડૂબ્યા સૈફ-કુણાલ

ચર્ચામાં ડૂબ્યા સૈફ-કુણાલ

કુણાલ ખેમુ અને પુત્ર ઇબ્રાહિમ અલી ખાન સાથે સૈફ અલી ખાન કેટલીક ચર્ચામાં ડૂબેલા હોય તેવુ લાગે છે. ઉલ્લેખનીય છે કે દર્શકો ઘણા સમયથી કુણાલ અને સૈફની ફિલ્મ ગો ગોવા ગૉનની સિક્વલની રાહ જોઈ રહ્યા છે.

ખાધુ-પીધુ અને કરી મસ્તી

ખાધુ-પીધુ અને કરી મસ્તી

સોહાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સૈફના જન્મદિવસની તસવીરો શેર કરી છે. જો કે, સોહા અલી ખાનની પુત્રી ઇનાયા ખેમુ આ તસવીરોમાં ક્યાંય દેખાતી ન હતી.

ખુશખુશાલ પટોડી પરિવાર

ખુશખુશાલ પટોડી પરિવાર

પટૌડી પરિવાર પહેલીવાર એકસાથે હસતા રમતા જોવા મળ્યો હતો. હા, આ તસવીરને પરફેક્ટ કહી શકાય નહિ કારણ કે સૈફ અલી ખાનની માતા શર્મિલા ટાગોર અને પુત્રી સારા અલી ખાન આ તસવીરમાં નથી. સારા હાલમાં તેની ફિલ્મોમાં વ્યસ્ત છે, જ્યારે શર્મિલા ટાગોર પણ લાંબા સમય બાદ સેટ પર પરત ફરી છે.

સાથે મનાવી રક્ષાબંધન

સાથે મનાવી રક્ષાબંધન

હાલમાં જ આખા પરિવારે સાથે મળીને રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો હતો. આ પ્રથમ વખત હતુ જ્યારે ચાહકોએ સૈફ અલી ખાનને તેની બે બહેનો સોહા અલી ખાન અને સબા અલી ખાન સાથે જોયો હતો.

સૌથી હેન્ડસમ છોકરા

સૌથી હેન્ડસમ છોકરા

ઈબ્રાહિમ અલી ખાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સૈફ અલી ખાન અને ભાઈઓ તૈમુર અલી ખાન અને જેહ અલી ખાન સાથે તેની તસવીર શેર કરી છે. આ તસવીર પર કમેન્ટ કરતા કરીનાએ લખ્યુ- આનાથી હેન્ડસમ છોકરાઓ એક સાથે ક્યાં જોવા મળશે?

English summary
Pics: Saif Ali Khan celebrated his 52nd birthday on August 16 with full family.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X