Pics : બૉલીવુડમાં એન્ટ્રી માટે તૈયાર સ્ટાર સંતાનો
મુંબઈ, 28 માર્ચ : વારસો દરેક ક્ષેત્રે લાગુ પડે છે. રાજકારણ હોય કે પછી નોકરી. જીવનના દરેક ક્ષેત્રે મોટાભાગે સંતાનો તેમના માતા-પિતાના વારસાને આગળ ધપાવતા હોય છે. આ બાબતમાંથી બૉલીવુડ પણ બાકાત નથી.
બૉલીવુડનો ઇતિહાસ જુઓ, તો કપૂર ખાનદાનથી માંડી બચ્ચન ખાનદાન સુધીના કલાકારો પોતાના માતા-પિતાનો વારસો જાળવતા આપણે જોઈ શકીએ છીએ. આ સિલસિલો કદાચ ક્યારે થોભવાનો પણ નથી. પૃથ્વીરાજ કપૂરથી શરૂ થયેલો વારસો આજે કરીના કપૂર અને રણબીર કપૂર સાચવી રહ્યાં છે, તો અમિતાભ બચ્ચનથી શરૂ થયેલો વારસો અભિષેક બચ્ચન આગળ ધપાવી રહ્યાં છે. જોકે માત્ર કપૂર કે બચ્ચન ખાનદાન જ નહીં, પણ મોટાભાગના સ્ટાર્સના સંતાનો મોટાભાગે અભિયન-દિગ્દર્શન કે કોઈ પણ ક્ષેત્રનો વારસો જાળવી જ રાખતા હોય છે.
હવે જે સ્ટાર સંતાનો પોતાના માતા-પિતાનો વારસો આગળ ધપાવવા બૉલીવુડમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહ્યાં છે, તેમાં ગોવિંદાના પુત્રી નર્મદા આહુજાથી લઈ જૅકી શ્રૉફના પુત્ર ટાઇગર શ્રૉફનો સમાવેશ થઈ જાય છે. સૈફ અલી ખાનના પુત્રી સારા અલી ખાન અને સલમા આગાના પુત્રી સાશા પણ બૉલીવુડમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં છે.
આવો આપણે તસવીરોમાં જોઇએ બૉલીવુડમાં એન્ટ્રી કરવા આતુર સ્ટાર સંતાનો.

અહાના દેઓલ
બહેન એશા ગુપ્તા બાદ ધર્મેન્દ્ર અને હેમા માલિનીના આ બીજા પુત્રી અહાના દેઓલ બૉલીવુડમાં કિસ્મત અજમાવવાનાં છે. મળતી માહિતી મુજબ અહાના અપર્ણા સેનની ફિલ્મ સાથે બૉલીવુડમાં પ્રવેશ કરશે. આ ફિલ્મમાં રોમિયો અને જુલિયેટને મૉડર્ન સ્વરૂપે દર્શાવાશે.

અથિયા શેટ્ટી
અભિનેતા સુનીલ શેટ્ટીના પુત્રી અથિયા શેટ્ટી હીરોપંતી ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરવાના છે. તેમના હીરો જૅકી શ્રૉફના પુત્ર ટાઇગર શ્રૉફ હશે. દરમિયાન એમ પણ જાણવા મળે છે કે અથિયા વધુ એક મહત્વના પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યાં છે.

કરણ દેઓલ
સન્ની દેઓલના પુત્ર કરણ દેઓલ પોતાના પિતાની યમલા પગલા દીવાના 2 ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરી રહ્યાં છે. કરણ પોતાના પિતા સાથે સહાયક દિગ્દર્શક તરીકે પણ કામ કરી રહ્યાં છે.

નર્મદા આહુજા
બૉલીવુડના ડાંસિંગ સ્ટાર ગોવિંદાના પુત્રી નર્મદા આહુજા રોમ-કોમ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પગલાં માંડી રહ્યાં છે. ફિલ્મમાં તેમની સામે હીરો છે ઓલમ્પિકમાં બ્રૉન્ઝ મેડલ વિજેતા વિજેન્દ્ર સિંહ. ફિલ્મમાં સ્ટાર વૅલ્યુનો વજન વધારવા નર્મદાના પિતા ગોવિંદા અને તેમના મિત્ર સલમાન ખાન પણ નાનકડા રોલ કરી રહ્યાં છે.

સારા અલી ખાન
સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્રી સારા અલી ખાન પોતાના પિતાના લગ્ન સમારંભમાં કંઈક આવાં દેખાતા હતાં. 16 વર્ષીય સારાને બૉલીવુડમાંથી અનેક ફિલ્મોની ઑફર્સ મળી રહી છે, પરંતુ તેમણે અત્યાર સુધી બૉલીવુડમાં પ્રવેશ કરવા અંગે કંઈ નક્કી કર્યું નથી.

સાશા આગા
નિકાહ ફૅમ સિંગર તથા અભિનેત્રી સલમા આગાના પુત્રી સાશા આગા ઔરંગઝેબ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરી ચુક્યાં છે. તેમના હીરો છે બૉની કપૂરના પુત્ર અને અનિલ કપૂરના ભત્રીજા અર્જુન કપૂર.

સિદ્ધાંત કપૂર
બૉલીવુડના પ્રખ્યાત વિલન અને કૉમેડિયન શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંત કપૂર શૂટઆઉટ એટ વડાલા ફિલ્મ દ્વારા અસરકારક એન્ટ્રી કરી રહ્યાં છે.

ટાઇગર શ્રૉફ
જૅકી શ્રૉફના પુત્ર ટાઇગર શ્રૉફ સાજિદ નડિયાદવાલાની હીરોપંતી ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરી રહ્યાં છે. તેમના હીરોઇન સુનીલ શેટ્ટીના પુત્રી અથિયા શેટ્ટી છે. આ એ જ ટાઇગર શ્રૉફ છે કે જેમણે તાજેતરમાં ધૂમ 3માં રોલ માટે આમિર ખાનને ફિટનેસ ટિપ્સ આપી હતી.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
