‘પીકે’ ન જોતાં પીકે... આ 7 Mistakes તમારા ધ્યાને આવી ખરી...!
મુંબઈ, 26 ડિસેમ્બર : રાજકુમાર હીરાણી દિગ્દર્શિત, આમિર ખાન તેમજ અનુષ્કા શર્મા અભિનીત પીકે ફિલ્મ રિલીઝ થયે અઠવાડિયું થઈ ગયું અને આ સાત દિવસોમાં ફિલ્મે શાનદાર કલેક્શન કરી લીધું છે... અને તે પણ સમાચારોનું, વખાણોનું, ટીકાઓનું અને બૉક્સ ઑફિસનું પણ. ખેર ફિલ્મ સારી છે કે ખરાબ, પરફેક્ટ છે કે ત્રુટિપૂર્ણ, એ તમામ બાબતો દર્શકો પર છોડી દઈએ છીએ, પરંતુ ફિલ્મ એંટરટેનમેંટનો ફુલ ડોઝ છે, તેમાં કોઈ શંકા નથી.
પીકેનું અલ્હડપણું હોય કે અનુષ્કાનું ઝનૂન, સુસાંતની સાદગી હોય કે ભૈરોસિંહનો દેસી અંદાજ. સૌએ દર્શકોને આકર્ષ્યાં, પણ આ બધા વચ્ચે ફિલ્મની કેટલીક ભૂલો એવી હતી કે જે સૌની નજરોમાંથી બચી ગઈ.
અમારો પડકાર છે કે પીકે જોવા દરમિયાન આપને પણ આ ભૂલો નજરે નહીં પડી હોય :

પરત ફરતા કપડાં કેમ પહેર્યાં?
પીકે પરત ફરે છે એલિયન રણબીર સાથે. નો ડાઉટ કે ફિલ્મનું આ બેસ્ટ સીન હતું, પણ જો પેકીને જાણ હતી કે ધરતી પર સૌ કપડાં પહેરે છે, તો તેણે બધાને કપડાંમાં લઈને આવવું જોઇતુ હતું કે નગ્ન? આ કયું લૉજિક હતું કે પીકે પરત ફરે છે કપડામાં અને બાકી બધા વગર કપડે!

સુશાંતના કપડાં
સૌથી મહત્વનું પૉઇંટ સુશાંતનું કૉસ્ચ્યુમ હતું. સુશાંત જે કપડામાં પહેલા સીનમાં દેખાયાં, તે જ કપડા સાથે છેલ્લા સીનમાં પણ દેખાયાં.

સેક્સ વર્કરને કંડોમ નહોતી ખબર
પીકેએ મેમરી ટ્રાંસફર કરી સેક્સ વર્કરની. ભોજપુરી, પણ પછી બોમન ઈરાની પાસે તેમની જ ઑફિસે પીકે કંડોમ વિશે સારી એવી માહિતી લે છે. સેક્સ વર્કરની ડિક્શનરીમાં કંડોમ નહીં હોય? આ થોડુક ઇલલૉજિકલ છે ને? રાજકુમાર હીરાણી સર... આ શું હતું ભાઈ!

ટ્રાંસફર થઈ શકત અનુષ્કાની ભાષા
જ્યારે પીકે આટલા દિવસો સુધી અનુષ્કા સાથે રહ્યાં, તો દિલ્હીની ભાષા પણ શીખી શક્યા હોત અને જ્યારે તેઓ અનુષ્કાને ટચ કરી સરફરાઝની મેમરી જાણી શકતા હતાં અને ભાષા પણ લઈ લેતા હતાં. ભોજપુરી એલિયન કરતા તો બેટર જ લાગત.

રિમોટ હતું, તો પરત રાજસ્થાન કેમ ગયો?
પીકેને રિમોટ વડે જ સ્પેસશિપ પરત બોલાવાનો હતો, તો ક્યાંયથી પણ બુલાવી શકાત. પરત ઑલ ધ વે ટૂ રાજસ્થાન જવાનું શું લૉજિક હતું? દિલ્હીની બહાર પણ ખાલી જગ્યા હતી. ક્યાંય પણ બોલાવી લેવુ હતું... રાજસ્થાન જ કેમ?

ગાડીવાળો રંગીન કપડાં પહેરે?
પીકેને ડાન્સિંગ કારમાંથી કપડા મળતા હતાં, પણ જરા તેના કપડા પર ધ્યાન આપજો. આવા રંગીન કપડાં કઈ ડાન્સિંગ કારનો પ્રાણી પહેરે છે? ઇંડિયામાં ફૅશન ડિઝાસ્ટર છે, પણ આટલું કે દરેક ગાડીવાળો સેમ ટાઇપના કપડાં પહેરે? નહીં...

સરફરાઝનો પત્ર
ચાલો પીકેએ અનુષ્કાની મેમરી ટ્રાંસફર કરી, તો સરફરાઝ અંગે જાણવા મળ્યું, પણ તેમનાંમાં આ જાદુઈ શક્તિઓ કેવી રીતે આવી કે તેમણે ગેસ કરી લીધું કે પત્ર તે જ યુવતી માટે આવ્યો છે કે જે પોતાના બૉયફ્રેન્ડનો ઇંતેજાર કરતી હતી?
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
