Ram Mandir: રામ મંદિરની ભીડમાં અમિતાભ બચ્ચન પાસે પહોંચીને પીએમ મોદીએ શું પૂછ્યુ? જુઓ Video
PM Modi Amitabh Bachchan Viral Video: અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ બધા વિધિ-વિધાન સાથે પૂર્ણ થયો છે. જેમાં બૉલિવુડ, સાઉથ ઈન્ડસ્ટ્રી, ખેલ જગત સહિત ઘણા મોટા ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો. સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પણ પુત્ર અભિષેક સાથે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
રામ લલ્લાના અભિષેક કાર્યક્રમમાં બિગ બી અને તેમના પુત્ર અભિષેક પરંપરાગત ભારતીય વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પૂરો થયા બાદ અમિતાભ બચ્ચન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પીએમ મોદી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ તમામ મહેમાનોનું અભિવાદન કરી રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદી ભીડથી ઘેરાયેલા અમિતાભ બચ્ચન પાસે પહોંચ્યા. પીએમ મોદીએ પહેલા અમિતાભ બચ્ચનનું અભિવાદન કર્યું અને પછી તેમની સાથે થોડો સમય વાત કરી. બંને હસતા અને એકબીજા સાથે હાથ મિલાવતા જોવા મળ્યા હતા.
વીડિયોમાં જોઈ શકાય છે કે પીએમ મોદી અમિતાભ બચ્ચનને તેમના હાથની સર્જરી વિશે પૂછી રહ્યા છે. આ પછી અમિતાભ બચ્ચન પોતાના જમણા હાથ તરફ ઈશારો કરે છે. અમિતાભ બચ્ચને તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તેમના હાથની સર્જરી થઈ છે. ગયા વર્ષે, બિગ બી ટીવીના લોકપ્રિય ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ'માં તેમના હાથ પર પટ્ટી પહેરેલા જોવા મળ્યા હતા.
તમને જણાવી દઈએ કે આ સ્પેશિયલ પ્રોગ્રામમાં અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન સિવાય સાઉથના સુપરસ્ટાર રજનીકાંત, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, ચિરંજીવી, કેટરીના કૈફ, વિકી કૌશલ, દિગ્દર્શક રોહિત શેટ્ટી, રાજકુમાર હિરાની, મધુર ભંડારકર, સુભાષ ઘાઈ, આયુષ્માન ખુરાના વગેરે હાજર રહ્યા હતા. ગાયક શંકર મહાદેવન, સોનુ નિગમ, માધુરી દીક્ષિત અને તેના પતિ શ્રીરામ નેને સહિત અનેક હસ્તીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
#WATCH | PM Narendra Modi greets Actor Amitabh Bachchan present at the Shri Ram Janmabhoomi Temple in Ayodhya #RamMandirPranPrathistha pic.twitter.com/72E2M0FcCD
— ANI (@ANI) January 22, 2024












Click it and Unblock the Notifications
