દુષ્યંતનો ‘પ્રિય અમિત’ આજે મહાનાયક બની ગયો
મુંબઈ, 6 માર્ચ : મેરે સીને મેં નહીં તો તેરે સીને મેં સહી, હો કહીં ભી આગ, લેકિન આગ જલની ચાહિએ... આ લોકપ્રિય પંક્તિના સર્જક મહાકવિ દુષ્યંત કુમાર પણ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના પ્રશંસકા હતાં. આ બાબતનો ખુલાસો તાજેતરમાં જ થયો છે.

અમિતાભ બચ્ચનની સુપરડુપર હિટ ફિલ્મ દીવારની એક્ટિંગ જોઈ કવિરાત એટલાં બધા ખુશ થયાં કે તેમણે અમિતાભના વખાણ કરવા તથા પ્રોત્સાહન આપવા એક પત્ર લખ્યો હતો કે જેમાં તેમણે પોતાના પ્રિય અમિતના ભરપૂર વખાણ કર્યા હતાં. દુષ્યંત કુમારે લખ્યુ હતું કે ફિલ્મ દીવારમાં અમિતાભે જે રોલ કર્યો છે, તેના જેટલાં વખાણ કરાય, તેટલા ઓછાં જ છે. તેમનો આત્મવિશ્વાસ તથા જીવંત અભિનયની આગળ શશિ કપૂર જેવો મહાનાયક પણ વામણો થઈ ગયો.
દુષ્યંત કુમારે જ્યારે આ પત્ર લખ્યો હતો, ત્યારે તેમણે ક્યાં ખબર હતી કે તેઓ આજે જેના વખાણ કરી રહ્યાં છે, તે સદીનો મહાનાયક સાબિત થશે. અમિતાભને લખેલ પત્ર હવે ભોપાલ શહેરમાં આવેલ દુષ્યંત કુમાર સ્મારક પાન્ડુલિપિ સંગ્રહાલયની શાન વધારે છે.
નોંધનીય છે કે અમિતાભ બચ્ચન આજકાલ ભોપાલમાં છે. તેઓ ત્યાં પ્રકાશ ઝાની ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ કરી રહ્યાં છે. આ ફિલ્મ 15મી ઑગસ્ટના રોજ રિલીઝ થવાની છે.












Click it and Unblock the Notifications
