નશા : મૉનસૂન આવી રહ્યું છે, નશીલા બનવા રહો તૈયાર
અમદાવાદ, 5 જૂન : મૉનસૂન આવી રહ્યું છે. કેરળ ખાતે 1લી જૂને સમયસર મૉનસૂન પહોંચી ચુક્યાં છે, તો અમદાવાદ સહિત ગુજરાતમાં પ્રી-મૉનસૂન વરસાદની હેલી પણ આવી ચડી છે. આવી મદમસ્ત મોસમમાં જો નશાનો સંગ મળી જાય તો?

જરૂર મળશે ભાઈ! પરંતુ આ નશો કોઈ કેફી દ્રવ્યનો નહિં, પણ આ નશો હશે પૂનમ પાન્ડેનો. બિકિની ગર્લ પૂનમ પાન્ડે આગામી 26મી જુલાઈના રોજ થિયેટરોમાં પોતાની ફિલ્મ નશા લઈને આવી રહ્યાં છે. ફિલ્મનો ફર્સ્ટ લુક લૉન્ચ થઈ ગયો છે અને તેમાં માત્ર પૂનમની ટાંગો દર્શાવાઈ છે. તેનાથી સ્પષ્ટ છે કે નશા ફિલ્મમાં કેટલો નશો હશે?
નશાના ફર્સ્ટ લુક એટલે કે નવા પોસ્ટરમાં પૂનમ પાન્ડેની ટાંગો ઉપરાંત નીચે લખેલું છે ગેટ એડિક્ટેડ... ધિસ મૉનસૂન. અમિત સક્સેના દિગ્દર્શિત નશા પૂનમ પાન્ડેની પ્રથમ બૉલીવુડ ફિલ્મ છે કે જે એક એડલ્ટ ફિલ્મ છે.












Click it and Unblock the Notifications
