બાવીસ વર્ષના થયાં પૂનમ પાન્ડે, નશાનો ઇંતેજાર

મુંબઈ, 11 માર્ચ : બિકિની ગર્લ પૂનમ પાન્ડેનો આજે જન્મ દિવસ છે. તેઓ બાવીસ વર્ષના થઈ ગયાં છે. પોતાની અશ્લીલતા અંગે સમયાંતરે ચર્ચામાં રહેતાં પૂનમ પાન્ડેની પ્રથમ બૉલીવુડ ફિલ્મ નશાનું શૂટિંગ ચાલુ છે. લોકોને પૂનમના નશાનો ઇંતેજાર છે.

poonam-panday

ઉત્તર પ્રદેશમાં મથુરા ખાતે 11મી માર્ચ, 1991ના રોજ જન્મેલા પૂનમ પાન્ડે મૉડેલ છે. એમ તો ટ્વિટર અને ફેસબુક જેવી સોશિયલ સાઇટ્સ ઉપર પોતાની અશ્લીલ તસવીરોના કારણે પૂનમ પાન્ડે સતત ચર્ચામાં રહેતા રહ્યાં છે, પરંતુ 2011માં ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન જ્યારે તેમણે ભારતીય ટીમની જીત પર ન્યુડ થવાની જાહેરાત કરી, ત્યારે તેઓ સૌથી વધુ ચર્ચામાં હતાં. જોકે ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતી ગઈ અને પૂનમ પાન્ડે ફેરવી તોળ્યું.

પૂનમ પાન્ડે હાલ નશા ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. નશા તેમની પ્રથમ બૉલીવુડ ફિલ્મ છે અને તે અંગે પણ તેઓ સતત ચર્ચામાં રહે છે. નશાનો ફર્સ્ટ લુક લૉન્ચ કરતાં અગાઉ તેમણે ટ્વિટર પર પોતાના ફૅન્સને ફિલ્મનું નામ ગૅસ કરવાનું કહ્યુ હતું. નશા ફિલ્મ અમિત સક્સેના બનાવી રહ્યાં છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન પણ પૂનમ પાન્ડે પોતાની અશ્લીલતાને કારણે સતત ચર્ચામાં રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X