Poonam Pandey Death : જીવિત છે પૂનમ પાંડે? બોડિગાર્ડે કર્યો ચૌકાવનારો દાવો
પૂનમ પાંડેના મોતના સમાચારને લઈને મોટો વિવાદ સર્જાયો છે. કેટલાક લોકો તેને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવી રહ્યા છે. આ ઘટનાક્રમ વચ્ચે મોટો ખુલાસો થયો છે.
પૂનમ પાંડેની ટીમે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા જણાવ્યું કે અભિનેત્રીનું મૃત્યુ 1 ફેબ્રુઆરી, 2024 ના રોજ સર્વાઇકલ કેન્સરને કારણે થયું હતું. આ સમાચાર બાદ તેના પરિવારની ગેરહાજરી ગણા સવાલ ઉભા કરી રહી છે.

પૂનમ પાંડે છેલ્લા 11 વર્ષથી ગ્લેમર વર્લ્ડમાં એક્ટિવ હતી. આ સ્થિતિમાં અભિનેત્રીના આકસ્મિક નિધનના સમાચારે લોકોને ચૌકાવ્યા છે. પૂનમ પાંડેના બોડીગાર્ડ અમીન ખાને પણ અભિનેત્રીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે અને ચોંકાવનારી વાત કહી છે.
પૂનમ પાંડેના બોડીગાર્ડ અમીન ખાને કહ્યું કે, હું આ સમાચાર પર બિલકુલ વિશ્વાસ કરી શકતો નથી. હું તેની બહેન સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ તે મને જવાબ આપી રહી નથી. મને પણ મીડિયા દ્વારા પૂનમના મૃત્યુના સમાચાર મળ્યા. આ સમયે પરિવારના સભ્યોના ફોન સ્વીચ ઓફ છે.
અમીન ખાને આગળ કહ્યું કે, 31 જાન્યુઆરી, 2024ના રોજ હું પૂનમ પાંડે સાથે હતો અને અમે ફોનિક્સ મિલમાં રોહિત વર્મા માટે ફોટોશૂટ પણ કર્યું હતું. તો પછી 1લી ફેબ્રુઆરીએ તેમનું મૃત્યુ કેવી રીતે થઈ શકે?
અમીનને પૂનમ પાંડેની તબિયત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તે હંમેશા ફિટ અને ફાઇન દેખાતી હતી અને તેણે ક્યારેય તેની તબિયત વિશે કોઈની સાથે વાત કરી નથી.
અમીન ખાને આગળ કહ્યું કે, પૂનમ પાંડેને જોઈને મને ક્યારેય લાગ્યું નથી કે તે બીમાર છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી તે પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખી રહી હતી. તેણે પીવાનું પણ ઘણું ઓછું કરી દીધું હતું. તે હેલ્ધી ડાયટ લેતી હતી.
જણાવી દઈએ કે, અમીન ખાન 2011થી પૂનમ પાંડેની સાથે છે. તાજેતરમાં તે અભિનેત્રી સાથે ગોવા પણ ગયો હતો, જ્યાં તેણે શૂટિંગ કર્યું હતું. અમીન હંમેશા પૂનમની આસપાસ રહેતો હતો.












Click it and Unblock the Notifications
