પૂનમ પાંડેની બોલ્ડ તસવીરો જોઇ ચોંકી ઉઠ્યા ગોવિંદા!

Written By:
Subscribe to Oneindia News

જ્યારે ખબર પડી કે, ગોવિંદા ની કમબેક ફિલ્મ 'આ ગયા હીરો'માં પૂનમ પાંડે નું આઇટમ સોન્ગ હશે, ત્યારે લોકો ચોંકી ગયા હતા. પરંતુ પૂનમ પાંડેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોઇને ગોવિંદા વધારે ચોંકી ઉઠ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, પૂનમ પાંડે લાઇમ લાઇટમાં રહેવા માટે હંમેશા કંઇ ને કંઇ કરતી રહે છે. આ માટે જ તે સોશિયલ મીડિયા પર પણ અવારનવાર બોલ્ડ ફોટોઝ અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. ફોટો અને વીડિયો પણ એવા, કે જે જોઇને ગોવિંદા પણ ચોંકી ઉઠ્યા. ગોવિંદાની ટીમના કોઇ ખાસ સભ્યએ જ્યારે તેમને આ તસવીરો અને વીડિયો બતાવ્યા ત્યારે ગોવિંદા એટલા ભડકી ઉઠ્યા કે તેમણે તરત જ પૂનમનું આઇટમ સોન્ગ કેન્સલ કરવાનો નિર્ણય લીધો.

સોન્ગ વધુ મોટા પ્લેટફોર્મ પર રિલિઝ થશે

સોન્ગ વધુ મોટા પ્લેટફોર્મ પર રિલિઝ થશે

જો કે, આ અંગે પૂનમ પાંડે કંઇ બીજું જ કહે છે. તેનું કહેવું છે કે, આઇટમ સોન્ગ હજુ પણ ફિલ્મનો એક ભાગ છે. પરંતુ તેમને કહેવામાં આવ્યું છે કે, આ સોન્ગ વધુ મોટા પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવશે. આ જ કારણ છે કે આ સોન્ગ અંગેની જાહેરાત કરવામાં નથી આવી.

મોડલ અને અભિનેત્રી

મોડલ અને અભિનેત્રી

પૂનમ પાંડે એક ભારતીય મોડેલ અને અભિનેત્રી છે. વર્ષ 2011માં કિંગફિશર કેલેન્ડર થકી તેણે આ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. આ માટે તેણે પોતાની ખાસી બોલ્ડ તસવીર દાખલ કરી હતી.

વિશ્વ કપ ક્રિકેટ 2011

વિશ્વ કપ ક્રિકેટ 2011

વિશ્વ કપ ક્રિકેટ 2011 દરમિયાન પૂનમ પાંડેએ જાહેરાત કરી હતી કે, જો ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ કપ જીતશે તો તે નગ્ન થશે. પરંતુ એવું કંઇ થયું નહીં, પૂનમે પોતાનો વાયદો પૂરો ન કર્યો.

બોલ્ડ તસવીર

બોલ્ડ તસવીર

ક્રિકેટ વિશ્વ કપ શરૂ થયા બાદ તેણે બોલ્ડ તસવીરો પોસ્ટ કરતાં સાથે લખ્યું હતું કે, આ તસવીરો ભારતીય ક્રિકેટ ટીમને પ્રેરિત કરશે. એક ઇન્ટરવ્યૂમાં પૂનમ પાંડેએ કહ્યું હતું કે, નગ્નતામાં કોઇ અશ્લીલતા નથી, એ તો ગ્લેમરસ છે.

વિચિત્ર હરકત

વિચિત્ર હરકત

પૂનમને એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રે ખાસ ઓળખ કે ઉપલબ્ધિ પ્રાપ્ત થઇ નથી. પરંતુ તે સોશિયલ મીડિયા પર આવી અજીબોગરીબ તસવીરો તથા વીડિયો પોસ્ટ કરવા માટે ચોક્કસ પ્રખ્યાત છે. ચર્ચામાં રહેવા માટે તે ઘણીવાર આવી બોલ્ડ તસવીરો કે પછી બોલ્ડ નિવેદનનો આશરો લે છે.

ગ્લેડરેગ્સ 2010

ગ્લેડરેગ્સ 2010

પૂનમ પાંડેને વર્ષ 2011ના કેલેન્ડર થકી જ મોડેલિંગ દુનિયામાં ઓળખાણ પ્રાપ્ત થઇ હતી. આ સિવાય તે ગ્લેડરેગ્સ 2010ની ટોપ 8 પ્રતિસ્પર્ધિઓમાં પણ શામેલ હતી. મોડેલિંગના દિવસોમાં તે કેટલીક ફેશન મેગેઝિનના કવર પેજ પર પણ જોવા મળી હતી.

કરિયરની શરૂઆત

કરિયરની શરૂઆત

પૂનમ પાંડેએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ 'નશા'થી કરી હતી. આ ફિલ્મની વાર્તા ટીચર અને સ્ટૂડન્ટના સંબંધો પર આધારિત હતી. આ ફિલ્મમાં પૂનમ ખૂબ બોલ્ડ રોલમાં જોવા મળી હતી.

ફિલ્મ બોક્સઓફિસ પર પિટાઇ

ફિલ્મ બોક્સઓફિસ પર પિટાઇ

આ ફિલ્મના બોક્સઓફિસ પર ખૂબ બૂરા હાલ થયા હતા. ફિલ્મ દર્શકોને સિનેમાઘર સુધી લાવવામાં નિષ્ફળ રહી.

વિવાદિત અને મુર્ખામીભર્યા નિવેદનો

વિવાદિત અને મુર્ખામીભર્યા નિવેદનો

પૂનમ પાંડેને માત્ર એક જ ફિલ્મમાં કામ મળ્યું અને તે પણ ફ્લોપ રહી. મીડિયાએ પણ પૂનમ પાંડેને ખાસ મહત્વ ન આપ્યું. આથી આખરે તેણે મીડિયામાં ચર્ચામાં રહેવા માટે અલગ-અલગ રસ્તા અપનાવવાનું શરૂ કર્યું.

દર્શકો માટે ન્યૂડ

દર્શકો માટે ન્યૂડ

વર્ષ 2012માં તેણે શાહરૂખ ખાનની ટીમ કલકત્તા નાઇટ રાઇડર્સને ચિયર કરતાં કહ્યું હતું કે, જો કેઆરકે આ આઇપીએલ જીતશે તો તે દર્શકો માટે ન્યૂડ થશે. જો કે, પછીથી પૂનમે આ વાત નકારી કાઢી હતી.

ચર્ચાનું કેન્દ્ર

ચર્ચાનું કેન્દ્ર

પૂનમ પાંડે બોલિવૂડમાં પોતાના કામ કરતાં વધારે આવા નિવેદનોને કારણે જ ચર્ચામાં રહી છે. ક્યારેક કોઇ મૂર્ખામીભર્યા નિવેદન તો ક્યારેક કોઇ બોલ્ડ તસવીર.

English summary
Poonam Pandeys Nude Selfies shock Govinda, chops her item number.
Please Wait while comments are loading...