પ્રભાસ સાથે ફોટો પડાવવા આવી મહિલા ફેન, પછી થપ્પડ મારી જતી રહી
પ્રભાસની એક મહિલા ફેને પહેલા તેમને સાથે ફોટો પડાવ્યો અને પછી તેમના ગાલ પર થપ્પડ મારીને દોડી ગઈ.
અભિનેતા પ્રભાસ સાથે એરપોર્ટ પર એક વિચિત્ર ઘટના બની ગઈ છે. પ્રભાસની એક મહિલા ફેને પહેલા તેમને સાથે ફોટો પડાવ્યો અને પછી તેમના ગાલ પર થપ્પડ મારીને દોડી ગઈ. વાસ્તવમાં ફેને આ થપ્પડ ગુસ્સામાં નહિ પરંતુ પ્રેમથી માર્યો. પહેલા તો પ્રભાસ પણ ચોંકી ગયા પરંતુ જ્યારે બીજા લોકો હસવા લાગ્યા તો તે પણ હસતા હસતા આગળ જતા રહ્યા.

ખુશી-ખુશીમાં મારી દીધી થપ્પડ
પ્રભાસ એરપોર્ટ પર જોવા મળ્યા જ્યાં તે પોતાની ફ્લાઈટ પકડવા આવ્યા હતા. પ્રભાસ જ્યારે એરપોર્ટથી જઈ રહ્યા હતા ત્યારે એક ફિમેલ ફેને આગળ આવીને તેમની સાથે ફોટો પડાવવાની ઈચ્છા વ્યક્ત કરી. પ્રભાસે જ્યારે તેમની સાથે ફોટો પડાવ્યો તો યુવતી એટલી ખુશ થઈ ગઈ કે ઉછળવા લાગી અને પછી જતા જતા તેણે પ્રભાસના ગાલ પર થપ્પડ મારી દીધી. સોશિયલ મીડિયા પર તેમનો આ વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં આ ફેન પ્રભાસને મારતી જોવા મળી રહી છે.

પ્રભાસે મજાકનું ખોટુ ન લગાડ્યુ
એરપોર્ટ પર પોતાની ક્રેઝી ફેનની આ હરકતથી ચોંકી ગયેલા પ્રભાસ પહેલા તો હસ્યા પછી ચૂપચાપ પોતાના ગાલને પંપાળતા આગળ વધી ગયા. જો કે પ્રભાસ એ સમજી ગયા કે વાસ્તવમાં આ એક મજાક અને ફેન્સનો પ્રેમ છે. એટલા માટે પછી જ્યારે ફેને તેમને રોક્યા તો તે રોકાયા અને બીજા લોકો સાથે પણ ફોટા પડાવવા લાગ્યા. આ દરમિયાન બીજા લોકો પણ હસી મજાક કરતા જોવા મળ્યા.

સાહોમાં જોવા મળશે પ્રભાસ
પ્રભાસ હાલમાં પોતાની આવનારી ફિલ્મ સાહોની શૂટિંગમાં બિઝી છે. ત્રણ માર્ચના રોજ સાહોનું બીજુ ટીઝર રિલીઝ થયુ છે. સાહોમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં છે. બંને આ ફિલ્મમાં ખતરનાક સ્ટંટ કરતા જોવા મળશે. ફિલ્મ આ વર્ષે 15 ઓગસ્ટ પર રિલીઝ થશે. લગભગ 250 કરોડના બજેટમાં આ ફિલ્મ હિંદી, તમિલ અને તેલુગુમાં બની રહી છે. આ પ્રભાસની બોલિવુડમાં પહેલી ફિલ્મ છે અને તેમની સાથે આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર, નીલ નીતિન મુકેશ, મંદિરા બેદી, જેકી શ્રોફ અને મહેશ માંજરેકર પણ જોવા મળશે. સાહો ફિલ્મની કહાની ચોર પોલિસવાળી કહાની પર આધારિત છે. પ્રભાસ આ ફિલ્મમાં પોલિસ અધિકારીની ભૂમિકા નિભાવી રહ્યા છે. આ ફિલ્મમાં એક્શન સીનની ભરમાર છે. ફિલ્મમાં એક્શને શ્રેષ્ઠ કરવા માટે નિર્માતાઓએ હોલીવુડના એક્શન નિર્દેશક કેની બેટ્સને હાયર કર્યા છે. કેનીએ મિશન ઈમ્પોસિલ ઘોસ્ટ પ્રોટોકોલ, ધ ફાસ્ટ એન્ડ ધ ફ્યુરિયસ અને ટ્રાંસફોર્મર્સમાં કામ કર્યુ હતુ.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
