પ્રભુ@40 : ‘એકલવાયાપણું માટે સમય નથી મારી પાસે’

મુંબઈ, 3 એપ્રિલ : જાણીતાં નૃત્ય દિગ્દર્શક પ્રભુ દેવાનો આજે 40મો જન્મ દિવસ છે. આ વખતે પ્રભુ દેવા એકલવાયા છે. આ અંગે તેમણે જણાવ્યું કે એમની પાસે પોતાના એકલવાયાપણા અંગે ઉદાસ થવાનો સમય નથી.

પ્રભુ દેવાએ જણાવ્યું - તે બાબતમાં કોઈ શંકા નથી કે હું એમ ઇચ્છું છું કે મારા જીવનમાં કોઈ હોય. જ્યારે હું સાંજે ઘરે જાઉં, તો મને લાગે છે કે કોઇક હોત કે જે મારી રાહ જોત, પરંતુ પ્રામાણિકતા સાથે કહું, તો મારી પાસે એકલા પડવા માટે પણ સમય નથી. મારો મોટા ભાગનો સમય કામમાં નિકળી જાય છે અને જ્યારે હું ઘરે જાઉ છું, ત્યારે માત્ર સૂવા જ માંગુ છું. સાથ માટે મુંબઈ અને ચેન્નઈમાં મારા ઘણાં સારા મિત્રો છે.

prabhudeva

પ્રભુ દેવા ગત વરસ સુધી નયનતારા નામના સાઉથ ઇન્ડિયન અભિનેત્રી સાથે ડેટિંગ કરી રહ્યા હતાં, પરંતુ તેમની સાથે બ્રેક-અપ થયા બાદ હાલ પ્રભુ દેવા એકલા છે. પ્રભુ દેવા પોતાના બંને પુત્રો અને નજીકના મિત્રો સાથે પોતાનો 40મો જન્મ દિવસ ઉજવવા ચેન્નઈ પહોંચ્યાં હતાં. તેમના નિવાસ સ્થાને તેમને અનેક લોકોએ શુભેચ્છાઓ પાઠવી કે જેમાં કન્નડ એક્ટર ઉપેન્દ્ર તથા સાઉથ ઇન્ડિયન એક્ટર નસ્સરનો સમાવેશ થાય છે.

જન્મ દિવસ ઉજવ્યા બાદ પ્રભુ દેવા તત્કાળ મુંબઈ પરત ફર્યાં. તેમણે જણાવ્યું - આ એવા લોકો છે કે જેમની સાથે હું ખૂબ દૂર જતો રહુ છું કે જે ફિલ્મ ઉદ્યોગથી અલિપ્ત છે. તેમાંના કેટલાંક મિત્રો એવા છે કે જેમને હું છેલ્લા એક વરસથી વ્યસ્તતાના કારણે મળી નથ શક્યો.

નોંધનીય છે કે પ્રભુ દેવાએ કાધલાન, રાસૈયા ફિલ્મો દ્વારા અભિનયમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. તેમણે પોક્કિરી, વૉન્ટેડ તથા રાઉડી રાઠોડ જેવી ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું છે. છેલ્લે તેમની ફિલ્મ એની બડી કૅન ડાંસ (એબીસીડી)માં તેમના ડાંસના વખાણ થયા હતાં, તો ઓહ માય ગૉડમાં ગો ગો ગો ગોવિંદા ગીતમાં સોનાક્ષી સિન્હા સાથે પ્રભુએ અદ્ભુત ડાન્સ કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X