સત્યાગ્રહીના રંગે રંગાયાં પ્રકાશ ઝા, બિગ બીએ પહેરેલાં કપડાં ખરીદ્યાં
મુંબઈ, 2 જુલાઈ : બૉલીવુડના જાણીતા ફિલ્મ નિર્માતા પ્રકાશ ઝા સત્યાગ્રહી અમિતાભ બચ્ચનના રંગે રંગાઈ ગયાં છે. તેઓ સત્યાગ્રહી અમિતાભ બચ્ચન ઉપર વારી ગયાં છે અને ફિલ્મમાં અમિતાભ બચ્ચન દ્વારા પહેરવામાં આવેલ તમામ કપડાં તેમણે ખરીદી લીધાં છે.

સત્યાગ્રહ ફિલ્મના નિર્માતા પ્રકાશ ઝાએ જણાવ્યું - તે સાચુ છે કે મેં મિસ્ટર બચ્ચને પહેરેલાં તમામ કપડાં ખરીદી લીધાં છે. હું ફિલ્મમાં અમિતાભ બચ્ચનના લુકથી ખૂબ જ પ્રભાવિત છું. મારી નજરે અમિતાભે પહેરેલાં કપડાંની બનાવટ બહુ જ ઉત્તમ છે. હું મારી સમગ્ર ટીમ સાથે આ કપડાં ખરીદવા ગયો હતો.
જો રિપોર્ટોની માનીએ, તો અમિતાભ બચ્ચન સત્યાગ્રહ ફિલ્મમાં સત્યાગ્રહી તરીકેના રોલમાં છે. અમિતાભે ફિલ્મમાં તમામ કપડાં ખાદીના પહેર્યાં છે. ફિલ્મ આજના યુવાનોની ભ્રષ્ટાચાર અને ન્યાય અંગેની લાગણઓને વ્યક્ત કરે છે.
આગામી 23મી ઑગસ્ટે રિલીઝ થનાર સત્યાગ્રહ ફિલ્મમાં અર્જુન રામપાલ, અજય દેવગણ તથા કરીના કપૂર અને મનોજ બાજપાઈ પણ લીડ રોલમાં છે.












Click it and Unblock the Notifications
