અભિનેતા પ્રાણને અપાશે દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ
મુંબઈ, 12 એપ્રિલ : બૉલીવુડના જાણીતા અભિનેતા પ્રાણની દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. વધતી ઉંમરના કારણે હાલ બીમાર પ્રાણને આ ઍવૉર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

પ્રાણનું આખું નામ પ્રાણ સિકંદ છે. તેઓ 93 વર્ષના છે. બૉલીવુડમાં તેઓ સૌના પ્રિય ખલનાયક છે. 2001માં પ્રાણને હિન્દી સિનેમામાં પોતાના મહત્વના યોગદાન માટે પદ્મ ભૂષણ ઉપાધિથી નવાજાયા હતાં.
પ્રાણની દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ માટે પસંદગી કરાતાં લતા મંગેશકરે ખુશી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે પ્રાણે ભારતીય સિનેમામાં મોટો ફાળો આપ્યો છે. તેઓ આ ઍવૉર્ડ માટે યોગ્ય પસંદગી છે.
નોંધનીય છે કે પ્રાણે સાડા ત્રણ સોથી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. ઝંજીર, ડૉન, ઉપકાર, જિસ દેશ મેં ગંગા બહેતી હૈ સહિત અનેક ફિલ્મોમાં પ્રાણે યાદગાર રોલ કર્યાં છે.












Click it and Unblock the Notifications
