For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રાણ પંચમહાભૂતમાં વિલિન,, બૉલીવુડના ગણ્યા-ગાંઠ્યા કલાકારોની હાજરી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બૉલીવુડના જાણીતા વિલન પ્રાણે 12 જુલાઇના રોજ લગભગ 8:30 વાગે મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પ્રાણ બૉલીવુડના એક જાણીતા વિલન હતા. પ્રાણ સાહેબના મોત પર બૉલીવુડમાં ગમનો માહોલ છવાઇ ગયો છે. પ્રાણ સાહેબ થોડા દિવસોથી બિમાર હતા અને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. પ્રાણ દરેકના અંગત હતા બલે તે પડદા પર નેગેટિવ શેડ્સ માટે રહેતા હતા પરંતુ અસલ જીંદગીમાં પ્રાણ સાહેબ ખૂબ જ જીંદાદિલ માણસ હતા.

પ્રાણ બૉલીવુડમાં ખાસ માનવામાં આવતા હતા. અમિતાભ બચ્ચનથી માંડીને બૉલીવુડના દરેક અભિનેતાએ પ્રાણ સાથે કામ કર્યું છે અને તેમનો અભિનય આજે પણ લોકોના દિલમાં જીવીત છે. પ્રાણના અંતિમ સંસ્કાર શનિવારે શિવાજી પાર્ક સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા હતા.

તેમની પુત્રી પિંકીએ જણાવ્યું હતું કે લાંબી બિમારી બાદ તેમનું અવસાન થયું છે. હિન્દી સિનેમામાં વિલન અને ચરિત્ર અભિનેતાની ભૂમિકા ભજવનાર પ્રાણને આ વર્ષે હિન્દી સિનેમાના સર્વશ્રેષ્ઠ સન્માન દાદા સાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તે ગત એક મહિનાથી લીલાવતી હોસ્પિટલમાં ભરતી હતા. તેમની પુત્રીએ જણાવ્યું હતું કે તેમની તબિયત સારી રહેતી ન હતું, તે ખૂબ જ અશક્ત થઇ ગયા હતા. તેમની સતત લથડતી જતી હતી.

સૂચના અને પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ વયોવૃદ્ધ અભિનેતા પ્રાણના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમને પોતાના શોક સંદેશમાં મનિષ તિવારીએ કહ્યું હતું કે ભારતીય સિનેમાએ આજે એક આઇકન ગુમાવી દિધા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભલે તે પડદા પર નેગેટીવ ભૂમિકા ભજવતા હોય પરંતુ પોતાની અંગત જીંદગીમાં તે ખૂબ જ દિલદાર અને ઉમદા વ્યક્તિ હતા. આટલા ઉમદા વ્યક્તિને ગુમાવ્યા બાદ બૉલીવુડે શોક વ્યક્ત કર્યો છે પરંતુ તેમના ઘરે કે સ્મશાન ગૃહ શિવાજી પાર્કમાં બૉલીવુડના ગણ્યા-ગાંઠ્યા કલાકારો ઉપસ્થિત રહ્યાં છે. જેમાં ગુલઝાર, કરણ જોહર, રજા મુરાદ, ડેની, ટીનૂ આનંદ, શક્તિ કપૂર, અનુપમ ખેર, શત્રુધ્ન સિન્હા ઉપસ્થિત રહ્યાં હતા. જ્યારે છેલ્લી મિત્રને અલવિદા કરવા માટે બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને હાજરી આપી તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દિધુ હતું. જે એકદમ દુખદ બાબત માનવામાં આવી રહી છે અને ઠેર-ઠેર બૉલીવુડની ટીકા થઇ રહી છે.

English summary
The funeral of legendary actor Pran will be held on Saturday afternoon at Shivaji park in Dadar. The Dadasaheb Phalke awardee passed away on Friday night at a suburban hospital in Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X