ઇશ્ક ઇન પેરિસ ફિલ્મ સાથે કમબૅક કરશે પ્રીતિ ઝિંટા
મુંબઈ, 1 મે : લાંબા સમય બાદ ફિલ્મોમાં કમબૅક કરવાની તૈયારી કરી રહ્યાં છે અભિનેત્રી પ્રીતિ ઝિંટા. તેમની ફિલ્મ ઇશ્ક ઇન પેરિસ 24મી મેના રોજ રિલીઝ થઈ રહી છે. પ્રીતિ ઝિંટા છેલ્લે 2009માં મૈં ઔર મિસિસ ખન્ના ફિલ્મમાં દેખાયા હતાં.

અગાઉ એમ કહેવાતુ હતું કે ઇશ્ક ઇન પેરિસ ફિલ્મને કોઈ ખરીદી નથી રહ્યું કે જેથી રિલીઝ અટકી ગઈ હતી, પરંતુ પ્રીતિએ તમામ વાતો ફગાવતાં જણાવ્યું કે ફિલ્મની રિલીઝ એટલા માટે રોકવામાં આવી, કારણ કે દિગ્દર્શક પ્રેમ રાજ સોની કૅંસરથી પીડાતા હતાં.
ઇશ્ક ઇન પેરિસ એક રોમાંટિક કૉમેડી ફિલ્મ છે કે જેમાં પ્રીતિ સાથે નવાગંતુક રેહાન મલિક છે. ફિલ્મમાં સલમાન ખાને એક આયટમ સૉંગ પણ કર્યું છે. એક પછી એક હિટ ફિલ્મ આપનાર સલમાન ખાનનું આયટમ સૉંગ ઉમેરી ફિલ્મમાં તડકો લગાવવાનો પ્રયત્ન કરાયો છે.
પ્રીતિ ઝિંટા હાલ પોતાના પગ પુનઃ બૉલીવુડમાં જમાવવા માંગે છે. આઈપીએલ તથા નેસ વાડિયાના ચક્કરમાં પ્રીતિનું બૉલીવુડ કૅરિયર ડાઉન થઈ ગયું છે. ડિમ્પલ ગર્લ પ્રીતિ પાસે હાલ એકેય ફિલ્મ નથી. તેથી તેઓ પોતે પ્રોડક્શન ક્ષેત્રે ઉતર્યાં છે.












Click it and Unblock the Notifications
