Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Box Office: પ્રેમ રતન ધન પાયોનો ધમાકો, 7 દિવસમાં 7 રેકોર્ડ

પ્રેમ રતન ધન પાયોને રિલિઝ થયાને એક અઠવાડિયું થઇ ગયું છે. સૂરજ બડજાત્યાની આ ફિલ્મ ગત ગુરુવારે રિલિઝ થઇ હતી. સલમાન ખાનની વધતી સફળતાએ આ ફિલ્મને બ્લોકબસ્ટર બનાવી છે. અને આ ફિલ્મે પહેલા જ વીકમાં 165.45 કરોડની જોરદાર કમાણી કરી છે.

સલમાન ખાન અને સોનમ કપૂર સ્ટારર પ્રેમ રતન ધન પાયોનું ઓપનિંગ કમાલનું રહ્યું. પણ પસાર થતા દર દિવસે આ ફિલ્મની કમાણી ઓછી થઇ રહી છે. આશા રાખવામાં આવી રહી હતી કે આ ફિલ્મ ફસ્ટ વીકમાં જ 200 કરોડની કમાણી કરશે પણ તેને હજી 165 કરોડ જ કમાયા છે. નોંધનીય છે કે આ ફિલ્મ 80 કરોડના ખર્ચે બની હતી.

જો કે તેમ છતાં આ ફિલ્મે કેટલાક જોરદાર રેકોર્ડ બનાવ્યા છે. આ ફિલ્મની રિલિઝ બાદ તેની નેગેટિવ પબ્લિસિટી પણ થઇ હતી. તે જોતા પણ આ ફિલ્મ સારી સફળતા મેળવી છે જેની તમામ કેડ્રિટ સલમાન ખાનને જાય છે. ત્યારે રિલિઝના સાત દિવસમાં આ ફિલ્મે કયા સાત નવાલ રેકોર્ડ બનાવ્યા છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

7 દિવસનું કલેક્શન

7 દિવસનું કલેક્શન

7 દિવસમાં પ્રેમ રતન ધન પાયોએ 165.45 કરોડનું કલેક્શન કર્યું છે. સાથે જ તેણે કિકનો પણ રેકોર્ડ તોડ્યો છે જેણે 164.09 કરોડની કમાણી કરી હતી. વધુમાં 7 દિવસમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાં પણ આ ફિલ્મ ચોથા ક્રમે આવી છે. તેની આગળ ધૂમ, બજરંગી ભાઇજાન અને પીકે છે.

2015ની બીજી મોટી ફિલ્મ

2015ની બીજી મોટી ફિલ્મ

રિલિઝના 7 દિવસમાં આ ફિલ્મે 2015ની બીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે. આ ફિલ્મે સાતમા દિવસે તનુ વેડ્સ મનુ રિટર્ન્સની કમાણીને પાછળ છોડી દીધી છે.

4 દિવસમાં સૌથી ઉપર

4 દિવસમાં સૌથી ઉપર

પ્રેમ રતન ધન પીયો ચાર દિવસમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઇ છે. આ ફિલ્મે 4 દિવસમાં 129.77 કરોડની કમાણી કરી છે.

સલમાન ખાન- 100 કરોડ

સલમાન ખાન- 100 કરોડ

પ્રેમ રતન ધન પાયો, સલમાન ખાનની તેવી નવમી ફિલ્મ છે જેણે 100 કરોડ કલબમાં એન્ટ્રી લીધી હોય. અને આ જ કારણે સલમાન ખાન બની ગયો છે બોલ્કબસ્ટરનું બીજું નામ.

સૂરજ બડજાત્યા

સૂરજ બડજાત્યા

પ્રેમ રતન ધન પાયો સૂરજ બડજાત્યાની પહેલી 100 કરોડી ફિલ્મ છે. જો કે આ પહેલાની તેમની ફિલ્મોને ભલે 100 કરોડ ના મળ્યા હોય પણ તેમને દર્શકોનો પ્રેમ જરૂરથી મળ્યો હતો.

સોનમ કપૂર

સોનમ કપૂર

પ્રેમ રતન ધન પાયો સોનમ કપૂરની બીજી તેવી ફિલ્મ છે જેણે 100 કરોડની કમાણી કરી હોય. સોનમની પહેલી 100 કરોડ વાળી ફિલ્મ હતી ભાગ મિુલ્ખા ભાગ.

સૌથી મોટી ઓપનર

સૌથી મોટી ઓપનર

પ્રેમ રતન ધન પાયો વર્ષ 2015ની બીજી સૌથી મોટી ઓપનર ફિલ્મ છે. જેણે પહેલા જ દિવસમાં 40 કરોડ કમાયા. જો કે પહેલા નંબરે પણ સલમાન ખાનની જ ફિલ્મ બજરંગી ભાઇજાન છે.

બોક્સ ઓફિસ

બોક્સ ઓફિસ

ત્યારે શું શાહરૂખ ખાન અને રોહિત શેટ્ટીની ફિલ્મ દિલવાલે આ રેકોર્ડ તોડી શકશે કે કેમ તે તો હવે જોવું જ રહ્યું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X