3 દિવસમાં "પ્રેમ રતન ધન પાયો" 100 કરોડ ક્લબમાં શામેલ

સૂરજ બડજાત્યાની ફિલ્મ પ્રેમ રતન ધન પાયો ગુરૂવારે રિલીઝ થઇ ચૂકી છે. ફિલ્મ દરેક દિવસે સફળતાના નવા શિખરો સર કરી રહી છે. જણાવી દઇએ કે ફિલ્મે ત્રીજા દિવસે એટલે કે શનિવારે જ 100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે.

સલમાન ખાન અને સોનમ કપૂર અભિનીત પ્રેમ રતન ધન પાયોનું ઓપનીંગ જોરદાર રહ્યું છે. ફિલ્મ બ્લોક બસ્ટર ઘોષિત કરી દેવામાં આવી છે. પરંતુ જો ટ્રેડ એનાલીસ્ટોનું માનીએ તો ફિલ્મે ઘણાં રેકોર્ડ્ઝ પણ તોડ્યા છે. મહત્વપૂર્ણ છેકે પ્રેમ રતન ધન પાયો, ફિલ્મ હેપ્પી ન્યૂ યર બાદ ઓપનીંગ ડે પર સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે.

પાછલા વર્ષે દિવાળીના તહેવારમાં રિલીઝ થયેલી ફિલ્મ હેપ્પી ન્યૂ યરની ઓપનીંગ ડે કમાણી 44.97 કરોડ હતી. અન્ય ફિલ્મો તેની આસપાસ પણ નહતી. આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ બજરંગી ભાઇજાને પણ પહેલા દિવસે 27 કરોડનો બિઝનેસ કર્યો હતો.

વેલ, ઠીક એક વર્ષ બાદ રિલીઝ થયેલી ફિલ્મ પ્રેમ રતન ધન પાયોએ પણ એજ કમાલ બતાવી છે. અને 40 કરોડની ઓપનીંગ મેળવી છે. અહીં જાણો પ્રેમ રતન ધન પાયોનો બોક્સ ઓફિસ રીપોર્ટ....

Day-1 ગુરૂવાર

Day-1 ગુરૂવાર

સૂરજ બડજાત્યાની ફિલ્મ પ્રેમ રતન ધન પા.ો ગુરૂવારે રિલીઝ થઇ છે. ફિલ્મે પહેલા દિવસે જ એટલેકે ઓપનીંગ ડે પર જ 40.35 કરોડનું ધમાકેદાર ઓપનીંગ કર્યું છે.

Day-2 શુક્રવાર

Day-2 શુક્રવાર

બીજા દિવસે ફિલ્મની કમાણીમાં થોડો ઘટાડો થયો હતો. શુક્રવારે ફિલ્મે 31.05 કરોડની કમાણી કરી છે.

Day-3 શનિવાર

Day-3 શનિવાર

ત્રીજા દિવસે પણ સલમાન ખાનનો જાદુ યથાવત રહ્યો હતો. ત્રીજા દિવસે ફિલ્મે બોક્સ ઓફીસ પર 30.07 કરોડનો બિઝનેસ કર્યો હતો.

100 કરોડ ક્લબ

100 કરોડ ક્લબ

એટલે કે ત્રણ દિવસનું કુલ કલેક્શન જોઇએ તો ત્રણ દિવસમાં ફિલ્મે 100 કરોડ ક્લબમાં એન્ટ્રી લઇ લીધી છે. પહેલા શનિવાર સુધી ફિલ્મની કુલ કમાણી 101.47 કરોડ થઇ છે.

ફર્સ્ટ વીકેન્ડ

ફર્સ્ટ વીકેન્ડ

માનવામાં આવી રહ્યું છેકે ફિલ્મ પહેલા વિકેન્ડ સુધીમાં 130ની કમાણી પાર કરી જશે. જણાવી દઇએ કે 150 કરોડની આશા રાખવામાં આવી રહી છે.

રિલીઝ પહેલા

રિલીઝ પહેલા

જણાવી દઇએ કે સૂરજ બડજાત્યાની આ ફિલ્મ રિલીઝ પહેલા જ 202 કરોડનો નફો કરી ચૂકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X