
Preview : હોશ ઉડાવી દેશે બૉબી જાસૂસ વિદ્યાના 12 અવતારો!
ફિલ્મ : બૉબી જાસૂસ
બૅનર : બૉર્ન ફ્રી એંટરટેનમેંટ, રિલાયંસ એંટરટેનમેંટ
નિર્માતા : દીયા મિર્ઝા, સાહિલ સંઘા
દિગ્દર્શક : સમર શેખ
સંગીત : શાંતનુ મોઇત્રા
કલાકાર : વિદ્યા બાલન, અલી ફઝલ, કિરણ કુમાર, અરજન બાજવા, સુપ્રિયા પાઠક, રાજેન્દ્ર ગુપ્તા, તન્વી આઝમી, ઝરીના વહાબ
આ શુક્રવારે એટલે કે 4થી જુલાઈના રોજ પડદા ઊપર વિદ્યા બાલનની મોસ્ટ અવેટેડ મૂવી બૉબી જાસૂસ રિલીઝ થઈ રહી છે. રોમાંસ, કૉમેડી તથા રોમાંચથી ભરપૂર આ ફિલ્મની યૂએસપી માત્ર અને માત્ર આ ફિલ્મની વાર્તા છે કે જે એક મહિલા જાસૂસના જીવન પર આધારિત છે. આ ફિલ્મનો તમામ દારોમદાર ફિલ્મની અભિનેત્રી વિદ્યા બાલન ઉપર જ છે. તેથી ફિલ્મનુ પ્રમોશનમાં માત્ર વિદ્યા બાલન અને નિર્માતા દીયા મિર્ઝા જ કરતા નજરે પડ્યાં.
દીયા મિર્ઝા કહે છે કે અહીં ઘણી બધી મહિલા કેન્દ્રિત ફિલ્મ છે, પણ તે તમામ ગંભીર વિષયો પર આધારિત છે. દીયાએ જણાવ્યું - આપણે બહુ ઓછી હિન્દી ફિલ્મોમાં એવુ જોઇએ છીએ કે જ્યાં એક વ્યાવસાયિક-પારિવારિક ફિલ્મમાં છોકરીઓ એક્શનના કેન્દ્રમાં હોય. બીજી બાજુ વિદ્યા બાલન કહે છે - બૉબી જાસૂસ એક મહિલાની હૃદયની ઇચ્છાની વાર્તા છે.
ચાલો હાલ તો આપ વાંચો બૉબી જાસૂસ ફિલ્મનું પ્રિવ્યૂ :

વાર્તા
કહે છે કે બૉબી જાસૂસ એક વાસ્તવિક જીવન પર આધારિત ફિલ્મ છે. તેથી ફિલ્મમાં વાર્તા છે અને તે લોકોને ગમી શકે છે.

સંગીત
બૉબી જાસૂસના કેટલાક ગીતો જૂના જમાનાના સંગીતની યાદ અપાવે છે. તેથી ફિલ્મ જોતી વખતે આપ સંગીત સાથે પોતાને જોડાયેલા અનુભવી શકો છો.

વિદ્યા બાલન
વિદ્યા બાલનની ફિલ્મમાં વિદ્યાનો કંઇક જુદો જ અંદાજ હોય છે. તેથી પણ લોકોને બૉબી જાસૂસનો ઇંતેજાર છે.

સામાન્ય છોકરીની વાર્તા
આજકાલની ફિલ્મોમાં અભિનેત્રીનો જે રૂપ દર્શાવાઈ રહ્યો છે, તે સામાન્ય લોકોની પહોંચથી બહુ દૂર હોય છે, પણ બૉબી જાસૂસમાં એક મુસ્લિમ યુવતીની વાર્તાને ફિલ્માવાઈ છે કે જેની સાથે દરેક સામાન્ય યુવતી પોતાને જોડાયેલું અનુભવશે.

અલી-વિદ્યા
જોકે અલી ફઝલ અને વિદ્યા બાલનની જોડીને મિસમૅચ કહેવાઈ રહી છે, પણ આમ છતાં આ પૅરમાં એક ફ્રેશનેસ જરૂર દેખાઈ રહી છે. તેથી પણ લોકો બૉબી જાસૂસ ફિલ્મ અંગે ઉત્સુક છે.