For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Preview : કેમ જોવાલાયક છે રંગ રસિયા? આ રહ્યા 5 કારણો!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 6 નવેમ્બર : નંદના સેન અને રણદીપ હુડા અભિનીત રંગ રસિયા એમ તો ડબ્બામાં પડેલી ફિલ્મ હતી, પરંતુ જ્યારથી તેની રિલીઝ ડેટ નક્કી થઈ છે, ત્યારથી તે ખૂબ જ ચર્ચામાં છે. પોતાના બોલ્ડ કંટેંટ અને ઇંટીમેટ સીન્સના કારણે રંગ રસિયા સૌનું ધ્યાન ખેંચી રહી છે.

કહે છે કે રંગ રસિયા ફિલ્મ ઘણા વર્ષોથી સેંસર બોર્ડમાં અટકેલી પડી હતી, પરંતુ હવે જ્યારે ફિલ્મને રિલીઝ થવાની લીલી ઝંડી મળી છે, ત્યારે પણ ખોટા કારણો અને વિવાદો અંગે ફિલ્મનું નામ લેવામાં આવી રહ્યું છે.

દીપા સાહી નિર્મિત અને કેતન મહેતા દિગ્દર્શિત રંગ રસિયા ફિલ્મમાં રણદીપ-નંદના ઉપરાંત ત્રિપ્તા પારાશર પણ છે. 19મી સદીના પેંટર રાજા રવિ વર્માની વિવાદાસ્પદ વાર્તા છે ફિલ્મ રંગ રસિયા. 19મી સદીનો આ પેંટર પોતાની બોલ્ડ પેંટિગ્સ વડે સમાજમાં ટીકાનો પાત્ર બન્યો હતો. રંગરસિયાના તમામ પોસ્ટરો ખૂબ જ કલરફુલ છે અને મોટાભાગે 19મી સદીમાં રાજા રવિ વર્માની પેંટિંગની સમાજ પર થયેલી અસરનું વર્ણન કરે છે.

ચાલો તસવીરો સાથે બતાવીએ રંગ રસિયા જોવાના 5 કારણો :

કેતન મહેતા

કેતન મહેતા

જો આપે મંગલ પાંડે ધ રાઇઝિંગ જોઈ હોય, તો કેતન મહેતાની વધુ એક ફિલ્મ જોવા ચોક્કસ જાઓ. જો આપે કેતન મહેતાનું નામ સાંભળ્યુ નથી, તો કદાચ આપ શ્રેષ્ઠ સિનેમા મિસ કરી રહ્યાં છો.

રાજા રવિ વર્મા

રાજા રવિ વર્મા

ઇતિહાસ તરફ દોરી જતી ફિલ્મ રંગ રસિયા પેંટર રાજા રવિ વર્માના જીવનને રજૂ કરે છે. રાજા રવિ વર્મા એક ચિત્રકાર હતાં કે જેમની કળાને કાયમ અશ્લીલ ગણવામાં આવી. ફિલ્મ જોઈ આપ પોતે નક્કી કરો કે શું જરૂરી હતું? એક બહેતરીન કલાકારની પ્રતિભા કે બંધ સમાજની ઢંકાયેલી વિચારસરણી?

રણદીપ હુડા

રણદીપ હુડા

રણદીપ હુડાની વિશેષતા છે કે તેઓ દરેક ફિલ્મમાં છેલ્લી ફિલ્મ કરતાં સારૂ પ્રદર્શન કરે છે. હાઈવેમાં હરિયાણવી જાટના રોલમાં તેમણે તહેલકો મચાવ્યો, તો હવે જૂની સદીના રાજાને શાહી અંદાજમાં પડદે કંડારવા તૈયાર છે. ફિલ્મનું ટ્રેલર કહે છે કે રણદીપે કમાલ કરી છે.

નંદના સેન

નંદના સેન

નંદના સેન હિન્દી ફિલ્મોમાં વધુ નથી દેખાયાં, પરંતુ તેઓ જ્યારે પણ પડદે આવ્યાં, પોતાનું કામ ખૂબીપૂર્વક કર્યું. બ્લૅક, પ્રિંસ, ઝૂઠા હી સહી જેવી તમામ ફિલ્મોમાં તેમનું અભિનય અજોડ છે. ઉપરાંત નંદના એક ઘડાયેલા અભિનેત્રી છે અને વલ્ગર સિનેમાથી અત્યાર સુધી માઇલો દૂર રહ્યા છે.

સંદેશ-સોનૂ-રૂપ

સંદેશ-સોનૂ-રૂપ

સંગીત વગર કોઈ પણ ફિલ્મ અપૂર્ણ છે. રૂપ કુમાર રાઠોડનો અવાજ અગ્નિપથના સૈયાં... બાદ સંભળાયો જ નથી. તેમને સાંભળવું રાહત આપશે, તો સોનૂ નિગમ પણ લાંબા સમય બાદ સારા ગીતો ગણગણશે. કભી ખુશી કભી ગમ અને જબ વી મેટમાં સુર પાથરી ચુકેલ સંદેશ શાંડિલ્યનું સંગીત પણ રંગ રસિયાને જોવાલાયક બનાવે છે.

English summary
Not only boldness or intimacy, Rangrasiya has many more dimensions. We give you five reasons why to watch the film.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X