પ્રિયા પ્રકાશ વારિયરના હૉટ ફોટોશૂટે મચાવી સનસની, ટ્રોલર્સે કહ્યુ અશ્લીલ

રાતોરાત સેન્સેશન મચાવનાર પ્રિયા પ્રકાશ વૉરિયર ફરીથી એક વાર સમાચારોમાં છે.

મુંબઈઃ રાતોરાત સેન્સેશન મચાવનાર પ્રિયા પ્રકાશ વારિયર ફરીથી એક વાર સમાચારોમાં છે. આ વખતે તે છવાઈ છે પોતાના લેટેસ્ટ હૉટ ફોટોશૂટના કારણે. આ ફોટોશૂટમાં એકદમ અલગ જ અંદાજમાં પ્રિયા પ્રકાશ જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર પ્રિયા પ્રકાશ વારિયરના ફોટા ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ઘણા યુઝર્સે પ્રિયા પ્રકાશ વારિયરના આ ફોટા પર તેના લુક માટે તેને ટ્રોલ કરી તો ઘણાએ પ્રશંસા કરી.

સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયા

સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયા

સોશિયલ મીડિયા પર પ્રિયા પ્રકાશ વારિયરના લેટેસ્ટ ફોટોશૂટ પર મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. ડીપ નેક લહેંગામાં પ્રિયાએ લેટેસ્ટ ફોટો શેર કર્યા છે. જેમાં તે કોઈ સુપર મૉડલ જેવી લાગી રહી છે. આ સાથે તેની હેર સ્ટાઈલ અને એક્સપ્રેશન પણ એકદમ અલગ છે. આ બધી અલગ અલગ વસ્તુઓ પર ફેન્સે પ્રતિક્રિયા આપી છે.

લાખો યુઝર્સ

લાખો યુઝર્સ

તમને જણાવી દઈએ કે પ્રિયા પ્રકાશ વારિયર સોશિયલ મીડિયા પર ઘણી વાર પોતાના ફોટા અને વીડિયો માટે છવાયેલી રહે છે. તે ઑફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલથી પોતાના ફોટા અને વીડિયો શેર કરે છે. તેને સોશિયલ મીડિયા પર લાખો યુઝર્સ ફોલો પણ કરે છે.

ટ્રોલ

ટ્રોલ

અમુક સોશિયલ મીડિયા યુઝર્સે પ્રિયા પ્રકાશ વારિયરના ફોટાને અભદ્ર અને અશ્લીલ ગણાવ્યા જ્યારે અમુકે કમેન્ટ્સ કરીને ટ્રોલ કરી. જો કે ટ્રોલિંગ પર પ્રિયાએ પ્રતિક્રિયા પણ આપી. પ્રિયા પ્રકાશે આ ફોટાને ફરીથી એક વાર શેર કરીને લખ્યુ કે, 'મે વિચાર્યુ કે અમુક લોકોને કેમ ફરીથી હેરાન ન કરુ? દર વખતે માત્ર પ્રશંસા મેેળવવા માટે જ ફોટા પોસ્ટ ના કરાય.' આગળ પ્રિયા પ્રકાશ વારિયરે કહ્યુ કે તેના માટે આ બધુ નવુ નથી. હું ઘણી વાર આ પ્રકારના ટ્રોલિંગનો શિકાર બનુ છુ. પરંતુ મને ગર્વ છે કે ટ્રોલિંગ છતાં હું આ ફિલ્ડમાં છુ.

કેવી રીતે પ્રિયા બની ગઈ સોશિયલ મીડિયા સેન્સેશન

કેવી રીતે પ્રિયા બની ગઈ સોશિયલ મીડિયા સેન્સેશન

પ્રિયા પ્રકાશ વારિયર રાતોરાત સ્ટાર બનનારી લિસ્ટમાં છે. જેનો આંખ મારતો વીડિયો વાયરલ થયો હતો. 'ઓરુ અદાર લવ' ફિલ્મનો આ વીડિયો હતો.

અપકમિંગ પ્રોજેક્ટ

અપકમિંગ પ્રોજેક્ટ

આ વીડિયોના વાયરલ થયા બાદ પ્રિયાને એક પછી એક પ્રોજેક્ટ મળતા ગયા. જો કે તે સમજી વિચારીને પોતાના કરિયર પર ધ્યાન આપી રહી છે. તેની આવનારી ફિલ્મ શ્રીદેવી સાથે જોડાયેલી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X