આંખ મારીને રાતોરાત સ્ટાર બનેલી પ્રિયા પ્રકાશ વિવાદોમાં ફસાઈ, જાણો શું છે પુરો વિવાદ?

પ્રિયા પ્રકાશ 2018 માં આંખ મારવાના એક સીનને કારણે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. તેની આ ક્લિપ વાયરલ થતા તેની ફેન ફોલોઈંગ રાતોરાત લાખોમાં પહોંચી હતી. જો કે હવે આ સીનને લઈને તેના એક દાવાથી વિવાદ થઈ રહ્યો છે.

આ ઘટનાના છ વર્ષ બાદ પ્રિયા પ્રકાશે દાવો કર્યો કે આ સીન કરવા પાછળ તેનો જ આઈડીયા હતો. જો કે આ દાવાથી ડાયરેક્ટર ઉમર લુલુ ગુસ્સે ભરાયા છે. હાલના જ એક ઈન્ટરવ્યુમાં પ્રિયા પ્રકાશે જણાવ્યું હતુ કે, તે સમયે આંખ મારવાનો આઈડિયા ડાયરેક્ટરનો નહીં પરંતુ તેના દ્વારા આપવામાં આવ્યો હતો.

Priya

પ્રિયએ દાવો કર્યો કે, તેને ફિલ્મમાં આંખ મારવાનો અને ભમર વધારવાનો વિચાર આવ્યો. જે તે સમયે સોશિયલ મીડિયા પર ઘણો ટ્રેન્ડ થયો હતો. તેનું આ નિવેદન સાંભળીને ડિરેક્ટર ઉમર લુલુ ગુસ્સે ભરાયા હતા અને મેમરી લોસ માટે દવાની સલાહ આપી દીધી.

ડિરેક્ટર ઓમર લુલુએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પ્રિયા પ્રકાશને ખરી ખોટી સંભળાવી છે. તેમણે અભિનેત્રીનો એક જૂનો વીડિયો શેર કર્યો અને કેપ્શન લખ્યું હતું કે, ગરીબ બાળક 5 વર્ષથી ભૂલી ગયુ હશે. યાદશક્તિમાં ઘટાડો થયો છે માટે તરત જ દવા લે. આ આંખ મારવી તેનો પોતાનો વિચાર હતો. તેણે પાંચ વર્ષ પહેલા એક ઈન્ટરવ્યુમાં આ વાત કહી હતી.

અહીં તમને જણાવી દઈએ કે, આ વીડિયોમાં પ્રિયા પ્રકાશ પોતે કહી રહી છે કે ડિરેક્ટરે તેને આ માટે સૂચના આપી હતી. અભિનેત્રીનો આ ઈન્ટરવ્યુ આજથી 6 વર્ષ જૂનો છે. હાલમાં અભિનેત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જો કે, પ્રિયા પ્રકાશે દિગ્દર્શકની મેમરી લોસની ટિપ્પણી પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X