પ્રિયંકા ચોપડા- નિક જોનસે ઘરમાં કરી લક્ષ્મી-ગણેશ પૂજા, સાથે પહેલી દિવાળીના Pics

પ્રિયંકા ચોપડા- નિક જોનસે ઘરમાં કરી લક્ષ્મી-ગણેશ પૂજા, સાથે પહેલી દિવાળીના Pics

પ્રિયંકા ચોપડાના લગ્ન બાદ પહેલી દિવાળી છે અને તેમણે આ દિવાળી ધૂમધામથી પતિ નિક જોનસ સાથે પોતાના લૉસ એન્જિલસના ઘરમાં મનાવી છે. પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પણ શેર કરી છે. આ તસવીરોમાં પ્રિયંકા ચોપડા સાડીમાં અને નિક જોનસ કુર્તામા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે નવેમ્બરમાં સાત ફેરા લીધા બાદ નિક જોનસે દરેક ભારતીય તહેવાર પ્રિયંકા ચોપડા સાથે મનાવ્યા છે. એક ઈન્ટર્વ્યૂમાં પ્રિયંકાએ જણાવ્યું પણ હતું કે નિક તેનાથી વધુ ભારતીય છે અને તેને આપણા રીતિ રિવાજ બહુ પસંદ છે. જુઓ તેમની દિવાળીની તસવીરો..

જગમગતું ઘર

જગમગતું ઘર

લૉસ એન્જિલસમાં રોશનીથી નહાયેલ પ્રિયંકા ચોપડાનું ઘર. પ્રિયંકા અને નિક લગ્ન બાદથી વધુ સમય સાથે રહે છે. ભલે જ પછી બંને કામમાં ગમે તેટલા વ્યસ્ત કેમ ન હોય, બંને એક બીજા માટે સમય કાઢી લે છે.

ઘરે આવ્યા લક્ષ્મી-ગણેશ

ઘરે આવ્યા લક્ષ્મી-ગણેશ

આ અવસર પર પ્રિયંકા ચોપડા લક્ષ્મી-ગણેશ પણ ઘરે લઈ આવી જેની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે.

પારંપારિક પરિધાન

પારંપારિક પરિધાન

પ્રિયંકા ચોપડા હંમેશા જ તહેવારો પર સાડીમાં જોવા મળે છે. દિવાળીના અવસર પર તેની અને નિકની એક બહુ સુંદર તસવીર સામે આવી છે.

મિત્રો સાથે બેઠક

મિત્રો સાથે બેઠક

રાત્રે પ્રિયંકા- નિકે દોસ્તો સાથે બેઠક પણ કરી અને જલસા પણ કર્યા.

સાથે મનાવી કરવા ચોથ

સાથે મનાવી કરવા ચોથ

પ્રિયંકા ચોપડાએ હાલમાં જ નિક જોનસ સાથે પોતાનો પહેલો કરવા ચોથ મનાવ્યો હતો. આ દરમિયાન પણ બંનેની આ તસવીરો ખુબ વાયરલ થઈ હતી.

કૉન્સર્ટમાં ચોથ

કૉન્સર્ટમાં ચોથ

પ્રિયંકાએ એક તસવીર શેર કરતા લખ્યું હતું કે નિક જોનસના કોન્સર્ટમાં મેં મારું પહેલું કરવા ચોથ મનાવ્યું છે. આ હંમેશા યાદ રહેશે.

હંમેશા સાથેસાથે

હંમેશા સાથેસાથે

નિક અને પ્રિયંકાને એકસાથે આવી રીતે તમામ ભારતીય તહેવારો મનાવતા જોવા ફેન્સને ભારે પસંદ છે. અમારી તરફથી નિક અને પ્રિયંકાના બધા જ ફેન્સને બધાઈ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X