પ્રિયંકા ચોપરાના પ્રેમમાં છે આ હોલિવૂડ હીરો...

Written By:
Subscribe to Oneindia News

પ્રિયંકા ચોપરાની હોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ બેવૉચને મિક્સ રિવ્યૂ મળ્યાં છે. જો કે, તેનાથી નિરાશ થયા વગર પ્રિયંકા આગળ વધવાના રસ્તા શોધી રહી છે. બેવૉચ પછી તુરંત બાદ પ્રિયંકાએ બીજી બે હોલિવૂડ ફિલ્મો સાઇન કરી લીધી છે. બોલિવૂડમાં પ્રિયંકાની આતુરતાથી રાહ જોવાય છે, પરંતુ પ્રિયંકાને હજુ હોલિવૂડ ફિલ્મો કરવામાં જ વધારે રસ હોય તેમ લાગી રહ્યું છે. તેના રિસન્ટ ઇન્ટરવ્યૂમાં તેણે હોલિવૂડ ફિલ્મમાં સુપરહીરોનો રોલ પ્લે કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

બેટગર્લ

બેટગર્લ

હાલમાં જ એક લીડિંગ યુકે મેગેઝિન સાથે વાત કરતાં તેણે જણાવ્યું હતું કે, બેટગર્લ ફિલ્મનો લીડ રોલ તેનો ડ્રીમ રોલ છે. તેણે કહ્યું હતું, 'હવે જ્યારે હું અમેરિકામાં કામ કરી રહી છું, તો મારે સુપરહીરોનો રોલ ચોક્ક્સ કરવો છે. મારે ઇન્ટરેસ્ટિંગ સુપર પાવર ધરાવતા સુપરહીરોનો રોલ પ્લે કરવો છે. મને ખબર નહોતી કે બેટગર્લનો રોલ આટલો સરસ હશે.'

ડ્વેન જ્હોનસન

ડ્વેન જ્હોનસન

ડ્વેન જ્હોનસને એક રિસન્ટ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, પ્રિયંકાને પહેલીવાર મળતાં જ હું તેના પ્રેમમાં પડી ગયો હતો. અમે તુરંત તેની સાથે એક કનેક્શન અનુભવાયું હતું. મને લાગ્યું જાણે અમે સેમ DNA શેર કરીએ છીએ, અમારી એમ્બિશન એક જ છે.

બેવૉચની વિલન

બેવૉચની વિલન

'બેવૉચમાં નેગેટિવ રોલમાં પ્રિયંકાને લેવાનો આઇડિયા મને ત્યારે જ આવ્યો હતો. પ્રિયંકાને પણ આ આઇડિયા પસંદ પડ્યો હતો. એક શ્રેષ્ઠ વિલનનો રોલ પ્લે કરવા માટે જોઇતી તમામ બાબતો પ્રિયંકામાં હતી. ફિલ્મનો નેગેટિવ રોલ ખરેખર એક મેલ એક્ટર માટે લખાયો હતો, પરંતુ પ્રિયંકાએ આ રોલ ખૂબ સરસ રીતે નિભાવ્યો છે.'

પ્રિયંકાની વર્ક ટેકનિકથી ઇમ્પ્રેસ ડ્વેન જ્હોનસન

પ્રિયંકાની વર્ક ટેકનિકથી ઇમ્પ્રેસ ડ્વેન જ્હોનસન

ડ્વેન જ્હોનસને કહ્યું હતું, 'પ્રિયંકા ચોપરા સાથે તમે કામ કરતા હોવ ત્યારે દરેક નાની વસ્તુ મેટર કરે છે, તે નાનામાં નાની ડિટેઇલ પર પણ ધ્યાન આપે છે.' પ્રિયંકાએ હોલિવૂડમાં ક્વોન્ટિકો સિરીઝથી પદાર્પણ કર્યું, આ ટીવી સિરીઝ ખૂબ સક્સેફુલ રહી હતી અને તેની બે સિરીઝ આવી ચૂકી છે. જો કે, લોકોને પ્રથમ સિરીઝ વધુ પસંદ પડી છે.

બોલિવૂડમાં પણ ચર્ચામાં

બોલિવૂડમાં પણ ચર્ચામાં

ચર્ચામાં કઇ રીતે રહેવું એ પ્રિયંકાને સારી રીતે આવડે છે. પ્રિયંકા ભલે બોલિવૂડથી દૂર હોય, પરંતુ તે અવારનવાર સમાચારોમાં ચમકતી રહે છે. થોડા સમય પહેલાં જ ડર્ટી લોન્ડ્રી ચેટ શોમાં પહોંચેલ પ્રિયંકાએ જાણતા-અજાણતા પોતાના એક્સ-બોયફ્રેન્ડ અંગે અનેક હિંટ આપી દીધી હતી. પ્રિયંકા આ શોમાં એક્સ-બોયફ્રેન્ડનું જેકેટ લઇને પહોંચી હતી અને લોકોએ અંદાજ લગાવી લીધો હતો કે આ એક્સ-બોયફ્રેન્ડ બીજું કોઇ નહીં, પરંતુ શાહરૂખ ખાન છે.

English summary
Priyanka Chopra revealed that she would like to star in the Hollywood film Batgirl and has always dreamt of being a superhero.
Please Wait while comments are loading...