પ્રિયંકા ચોપરાએ ચાર મીનિટ વસૂલ કર્યા કરોડો

સ્ટાર હોવું શું છે તેનો મતલબ આપ જાણો છો? નથી જાણતા તો હમણા જ જાણી જશો. હવે એ જણાવો કે એવોર્ડ ફંક્શન્સ શા માટે યોજાય છે? એટલા માટે જ કે સારા કલાકારો અને સારા કામને સન્માનિત કરવામાં આવી શકે? પણ એવોર્ડ લો અને પૈસા પણ વસૂલ કરો એવું આપે સાંભળ્યું છે? નહીં ને... તો હવે સાંભળી લો.

તાજેતરમાં યોજાઇ ગયેલા સ્ટાર ગિલ્ડ એવોર્ડ્સમાં પ્રિયંકા ચોપરાને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો. આ એવોર્ડના બદલામાં તેમણે એક શ્રેષ્ઠ પરફોર્મન્સ આપ્યું. જો કે આપ અહીં જ સમજવામાં માર ખાઇ ગયા. વાસ્તવમાં પરફોર્મન્સની પણ કિંમત હોય છે. આવા પરફોર્મન્સની કેટલી કિંમત હોય છે તે સાંભળીને કદાચ આપના હોંશ ઉડી જાય તો નવાઇ નહીં.

marykom-priyanka-0

સૂત્રોની વાત માનવામાં આવે તો કહેવું પડે કે તે દિવસના પરફોર્મન્સીસમાં પ્રિયંકાનું પરફોર્મન્સ સૌથી મોંઘુ પરફોર્મન્સ હતું. માત્ર ચાર મિનિટના પરફોર્મન્સ માટે તેમને રૂપિયા 1.25 કરોડ આપવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે પ્રિયંકા પોતાની કારમાંથી નીચે ઉતર્યા હતા, ત્યારથી જ તેમનું પરફોર્મન્સ શરૂ થઇ ગયું હતું. ત્યાર બાદ તેઓ રેડકાર્પેટ પર ચાલીને આવ્યા હતા. આ તેમના પોપસ્ટાર અવતારને દર્શાવવા માટેની એક તક હતી. રોડ કાર્પેટ પર પણ કેમેરા લગાવવામાં આવ્યા હતા, જેથી તેમને સ્ટેજ સુધી આવતા રેકોર્ડ કરી શકાય.

પ્રિયંકા અને તેમની ટીમે તેમના પરફોર્મન્સ, કોન્સેપ્ટ અને સ્ટાઇલને લઇને ઘણી મહેનત કરી હતી. તેમણે ફિલ્મ ગુંડેના ગીત અસ્સલામ-એ-ઇસ્કુમની ધુન પર ડાન્સ કર્યો હતો. આયોજકોએ આ પરફોર્મન્સ માટે રૂપિયા 1.25 કરોડ આપવાના હતા. આ સાથે જ પ્રિયંકા પરફોર્મન્સ માટે સૌથી વધારે પૈસા લેનારી અભિનેત્રી બની ગઇ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X