Video viral: પ્રિયંકા જરા લડખડાઈ તો પતિ નિક જોનસે સંભાળી લીધી
હાલમાં પ્રિયંકા અને નિકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકોનું દિલ પણ જીતી રહ્યો છે.
ગયા વર્ષે લગ્નના બંધનમાં બંધાયેલી પ્રિયંકા ચોપડા હાલમાં મોટાભાગનો સમય પતિ નિક જોનસ અને સાસરિયાવાળા સાથે વિતાવે છે. તે સોશિયલ મીડિયા પર પણ ઘણા ફોટા શેર કરતી રહે છે. હાલમાં પ્રિયંકા અને નિકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકોનું દિલ પણ જીતી રહ્યો છે. વાસ્તવમાં આ વીડિયોમાં પ્રિયંકા અને નિક એક પાર્ટીમાંથી બહાર આવતા જોવા મળી રહ્યા છે. અહીં કંઈક એવુ બન્યુ કે ચર્ચા શરૂ થઈ ગઈ.
|
લડખડાઈ પ્રિયંકા તો નિકે સંભાળી
વાયરલ થઈ રહેલા વીડિયોમાં પ્રિયંકા અને નિક કોઈ પાર્ટીમાંથી નીકળતા જોવા મળી રહ્યા છે. અહીં સીડીઓ પર પ્રિયંકાનો પગ થોડો લપસી જાય છે. નિક તેને સંભાળવા માટે રોકાઈ જાય છે. બંનેએ એકબીજાનો હાથ પકડેલો છે. આજુબાજુમાં ફેન્સની જબરદસ્ત ભીડ છે જે આ જોઈને ખુશીથી બૂમો પાડી રહ્યા છે. વીડિયો સામે આવ્યા બાદ બંને સમાચારોમાં છવાયેલા છે અને લોકો તેમના સંબંધના ઉદાહરણ આપી રહ્યા છે.

ઉડી હતી પ્રિયંકાના પ્રેગનેન્ટ હોવાની અફવા
પ્રિયંકા હાલમાં પ્રેગનન્સી માટે ચર્ચામાં છે. જો કે આમાં કેટલી સચ્ચાઈ છે આનો દાવો ન કરી શકાય. પરંતુ ચર્ચાને હવા એ સમયે મળી ગઈ જ્યારે પ્રિયંકા ચોપડાને મોડી રાતે તેની મા સાથે મુંબઈની એક હોસ્પિટલમાં સ્પૉટ કરવામાં આવી. પછી તરત જ હોસ્પિટલમાં પ્રિયંકાની સિક્રિટે વિઝિટનો રાઝ તેની મા મધુ ચોપડાએ ખોલી દીધો. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ્યારે પ્રિયંકા એક રેડ કાર્પેટ ઈવેન્ટ પર બ્લેક ડ્રેસમાં જોવા મળી તો સમાચારો આગની જેમ ફેલાઈ ગયા હતા કે પ્રિયંકા પ્રેગનેન્ટ છે. પરંતુ ધીમી ધીમે આ સમાચાર અફવામાં બદલાઈ ગયા હતા.

મા મધુ ચોપડાએ જણાવ્યુ કેમ હોસ્પિટલ ગઈ હતી પ્રિયંકા
પ્રિયંકાની મા મધુ ચોપડાએ દીકરી પ્રિયંકાની પ્રેગનન્સીના સમાચારોને સંપૂર્ણપણે અફવા ગણાવ્યા છે. તેમણે કહ્યુ, ‘અમે હોસ્પિટલ જરૂર ગયા હતા પરંતુ એક નજીકના સંબંધીને જોવા માટે. આમાં પ્રિયંકાની પ્રેગનન્સી સાથે જોડાયેલી કોઈ વાત નથી.' સ્પૉટબોયને આપેલા ઈન્ટરવ્યુમાં મધુ ચોપડાએ જણાવ્યુ કે પ્રિયંકાના લગ્નને હજુ થોડા મહિના જ થયા છે. આટલી જલ્દી પ્રેગનન્સી વિશે અટકળો લગાવવી મૂર્ખામી છે. તેમણે કહ્યુ, ‘પહેલા મને આ વાતોનો ફરક પડતો હતો પરંતુ હવે મારા માટે આ સામાન્ય વાત છે. બસ સાંભળુ છુ અને જવા દઉ છુ.'












Click it and Unblock the Notifications
