પ્રિયંકાના પતિ નિક જોનસનો ખુલાસો, હું કોમાની બહુ નજીક હતો, હાલત ગંભીર
નિક જોનસે પોતાના આરોગ્ય અને બિમારી વિશે એક મોટો ખુલાસો કર્યો છે. નિકે જણાવ્યુ કે કેવી રીતે તે કોમામાં પહોંચી ગયા. સાથે જ તે એક બિમારીનો સામનો પણ કરી રહ્યા છે.
પ્રિયંકા ચોપડા હાલમાં પોતાની આગામી ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકનુ પ્રમોશન કરી રહી છે. આ દરમિયાન નિક જોનસે પોતાના આરોગ્ય અને બિમારી વિશે એક મોટો ખુલાસો કર્યો છે. નિકે જણાવ્યુ કે કેવી રીતે તે કોમામાં પહોંચી ગયા. સાથે જ તે એક બિમારીનો સામનો પણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા અને નિક જોનસના લગ્ન ગયા વર્ષે થયા હતા. ત્યારબાદથી જ બંનેના દરેક ફોટા અને પર્સનલ લાઈફને વાયરલ થવામાં સ્હેજ પણ વિલંબ નથી થતો.

નિક જોનસે કર્યો ખુલાસો
હાલમાં જ નિકે સિગાર એફિકિયોનાડો મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં આનો ખુલાસો કર્યો. ચાલો જાણીએ કે નિક જોનસે પોતાની તબિયત માટે કયા પ્રકારનો ખુલાસો કર્યો છે. અહીં વાંચો આખી વાતચીત.

હું કોમાની ખૂબ નજીક
નિક જોનસે પોતાની તબિયત પર વાત કરતા કહ્યુ કે હું કોમાની ખૂબ નજીક હતો. હું ઘણો નાનો હતો ત્યારે મને ડાયાબિટીઝ હોવાનુ માલુમ પડ્યુ. મારા માતાપિતાએ જોયુ કે મારુ વજન ઘણુ ઝડપથી વધુ રહ્યુ છે.

એવામાં મને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો
આગળ વિસ્તારથી જણાવતા તે કહે છે કે મારો હંમેશા માત્ર સોડા પીવાનુ જ મન કરતુ હતુ. મને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે ખબર પડી કે મારુ બ્લડ શુગર ઘણી ઝડપથી વધી રહ્યુ છે.

માતા પિતાને શોક લાગ્યો
ડૉક્ટરે નિકને જણાવ્યુ કે તેમને ડાયાબિટીઝ 1ની સમસ્યા થઈ ચૂકી છે. 13 વર્ષની ઉંમરે મારી આ બિમારી વિશે જાણીને માતાપિતાને શોક લાગ્યો. જો હું ત્યારે હોસ્પિટલ ના ગયો હોત ખબર નહિ શું થઈ જાત.

હું આ માટે ગભરાયેલો હતો
નિકે આગળ કહ્યુ કે હું એ માટે ઘણો ગભરાયેલો હતો. હું કોમામાં પણ જઈ શકતો હતો. હું મારા માતાપિતાને પૂછતો રહેતો હતો કે શું હું સાજો થઈ જઈશ કે નહિ. હું આના માટે ઘણો ડરી ગયો હતો.

તંદુરસ્ત લાઈફસ્ટાઈલ
આ બિમારી બાદ નિકે પોતાની લાઈફ સ્ટાઈલમાં ઘણો ફેરફાર કર્યો. મને લાગે છે કે જો તમે મહેનતી હોય અને તંદુરસ્ત લાઈફસ્ટાઈલ અપનાવી રહ્યા હોય તો કોઈ પણ સમસ્યા પર સરળતાથી કાબુ મેળવી શકો છો.

નિક પહેલા પ્રિયંકાની બિમારી
તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડા પણ શ્વાસની બિમારી અસ્થમા સામે લડી રહી છે. એક સમયે પ્રિયંકા ચોપડાની આ બિમારી ગંભીર થઈ ગઈ હતી. પરંતુ પોતાને તંદુરસ્ત બનાવીને પ્રિયંકાએ આના પર કાબુ કર્યો છે. નિક પહેલા પ્રિયંકાએ પોતાની આ બિમારીનો ખુલાસો કર્યો હતો.
-
DC vs GT Weather Update: દિલ્હીમાં વરસાદનું સંકટ; જાણો ગુજરાત ટાઇટન્સ સામેની મેચ રમાશે કે નહીં? -
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
અલ નીનોના જોખમ વચ્ચે 2026માં ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે: સ્કાયમેટ વેધર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
PM Kisan eKYC: 23મો હફ્તો પડે એ પહેલાં જાણી લો, ઘરે બેઠા KYC કઈ રીતે કરવું -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું












Click it and Unblock the Notifications
