શું સાચે જ પારકાં થવા જઈ રહ્યાં છે પ્રિયંકા ચોપરા ?

એમ તો ગત વર્ષે જ પ્રિયંકાએ લગ્ન અંગે જણાવ્યુ હતું કે તેમના ઘરના લોકો તો તેમના માટે મૂરતિયો શોધી રહ્યાં છે, પરંતુ તેમને કોઈ મિસ્ટર પરફેક્ટ મળતું નથી, પરંતુ હવે તેમની ફૅમિલીએ તેમના માટે એક મિસ્ટર પરફેક્ટ શોધી કાઢ્યો છે. જાણવા મળે છે કે પ્રિયંકા ચોપરાના માસીએ તેમના માટે એક મિસ્ટર રાઇટ શોધ્યો છે અને તે મિસ્ટર રાઇટ પ્રિયંકાને પણ ગમ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આ મિસ્ટર રાઇટ છે નાના પડદાના મહાદેવ સીરિયલમાં ભગવાન શિવનો રોલ કરનાર મોહિત રૈના. કહેવાય તો એમ પણ છે કે મોહિત રૈના પ્રિયંકાને પણ ખૂબ પસંદ છે, પરંતુ આમ છતાં હજી સુધી કોઈ સ્પષ્ટ ખુલાસો અપાયો નથી. પ્રિયંકા તથા તેમના ઘરના લોકો મૌન છે, પરંતુ લોકોએ ચર્ચાઓ શરુ કરી નાંખી છે. હાલ મોહિત અને પ્રિયંકા બંને આ બાબતે મૌન જ છે.
પ્રિયંકાને જ્યારે આ અંગે પુછાયું, તો તેમણે ખૂબ જ ચતુરાઈ સાથે વાત પલટી નાંખી. જ્યારે મોહિત સાથે વાત કરવાનો પ્રયત્ન કરાયો, તો તેમણે ખૂબ જ સાદગી સાથે જણાવ્યું કે તેઓ પીસીના માસીનો આભાર માને છે કે તેમણે પ્રિયંકા માટે મારી મૂરતિયા તરીકે પસંદગી કરી છે. હવે મોહિત અને પ્રિયંકા વચ્ચે શું ખિચડી રંધાય છે, એ તો તેઓ જ જાણે, પરંતુ આપણને તો એ બાબતનો આશ્ચર્ય છે કે પ્રિયંકા માટે મોહિત એક સારો ઑપ્શન છે, પરંતુ શું બૉલીવુડમાં પ્રિયંકા માટે મૂરતિયાઓની ઓટ આવી પડી છે?
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
