સોમવારે લંડન લુંટશે પ્રિયંકા, મળશે ફૅન્સને!

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 17 જાન્યુઆરી : વૈશ્વિક ફૅશન બ્રાન્ડ ગેસનો ચહેરા બનનાર પ્રથમ બૉલીવુડ અભિનેત્રી અને ગાયિકા પ્રિયંકા ચોપરા સોમવારે લંડનમાં ગેસના સ્ટોરના ઉદ્ઘાટન પ્રસંગે ફૅન્સને મળશે અન તેમનું અભિવાદન કરશે.

priyanka
એક નિવેદનમાં જણાવાયું કે પ્રિયંકા ચોપરા લંડનના રિજેંટ રોડ પર આવેલા સ્ટોરમાં ખાસ હાજરી નોંધાવશે. તેઓ પોતાના ફૅન્સને ઑટોગ્રાફ પણ આપશે. પ્રિયંકા ચોપરા પોતાના ફૅન્સને પોતાના આવનાર ગીત આઈ કાન્ટ મેક યૂ લવ મી... નું પ્રોમો પણ દાખવશે. આ સાથે જ ગેસ સ્ટોરમાં આવનારપ્રતમ 200 ફૅન્સને પ્રિયંકા ચોપરા પોતાના પ્રથમ ગીત ઇન માય સિટી...નું મફત રિમિક્સ ડાઉનલોડ આપશે.

ભૂતપૂર્વ વિશ્વ સુંદરી પ્રિયંકાએ તાજેતરમાં જ ગેસ હૉલીવુડ 2013 જાહેરખબરમાં અભિનય કર્યું છે. તેનું શૂટિંગ ભૂતપૂર્વ ગેસ સહયોગી અને સંગીતકાર બ્રાયન એડમ્સે કર્યું છે. બૉલીવુડમાં પ્રિયંકા ચોપરા હાલ ગુન્ડે ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યાં છે કે જેમાં તેમની સાથે અર્જુન કપૂર અને રણવીર સિંહ છે.

English summary
Bollywood actress-singer Priyanka Chopra, the first Bollywood actor to become the face of global fashion brand GUESS, will meet and greet fans at its flagship store in London Monday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.